ETV Bharat / bharat

વંદે ભારત મિશનઃ UAEથી 363 ભારતીયોને લઇને બે વિમાન પહોંચ્યા કેરળ

author img

By

Published : May 8, 2020, 9:55 AM IST

સંયુક્ત અરબ અમીરાતથી 363 ભારતીય નાગિકોને લઇને એર ઇન્ડિયા એક્સપ્રેસના બે વિમાન કેરળ પહોંચ્યા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ચાર નવજાત શિશુઓ અને 177 યાત્રીઓેને લઇને એક વિમાન રાત્રે 10.09 કલાકે કોચી આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર પહોંચ્યું હતું.

Etv Bharat, Gujarati News, Covid 19, Vande Bharat Mission Day
Vande Bharat Mission Day

નવી દિલ્હીઃ સંયુક્ત અરબ અમીરાતથી 363 ભારતીય નાગિકોને લઇને એર ઇન્ડિયા એક્સપ્રેસના બે વિમાન કેરળ પહોંચ્યા હતા. એર ઇન્ડિયા એક્સપ્રેસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, ચાર નવજાત શિશુઓ અને 177 યાત્રીઓેને લઇને એક વિમાન રાત્રે 10.09 કલાકે કોચી આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડા પર પહોંચ્યું હતું.

તેમણે કહ્યું કે, આટલા જ યાત્રી અને પાંચ બાળકોને લઇને એર ઇન્ડિયા એક્સપ્રેસનું વધુ એક વિમાન 10.32 કલાકે દુબઇથી કોઝિકોડ પહોંચ્યું હતું. કેરળ સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, પરત ફરેલા નાગરિકોએ તેના સંબંધિત જિલ્લામાં પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવેલા કેન્દ્રોમાં રાખવામાં આવશે.

વધુમાં જણાવીએ તો ભારત સરકાર 'વંદે મિશન' હેઠળ ભારતીય લોકોને પરત લાવવાનું કામ કરી રહી છે. હવાઇ અડ્ડા પર ઉતર્યા બાદ આ તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને હવે બધા લોકોને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવશે.

ભારત સરકાર તરફથી અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટેના પ્રયાસો શરૂ છે અને ફ્લાઇટ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

કોચીન વિમાનમથક પર ઉતરનારા 181 ભારતીય નાગરિકોમાંથી, પાંચ લોકોને કોરોનાનાં લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે. તમામને જિલ્લા હોસ્પિટલ અલુવાના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય, કોઈ મુસાફરને થોડી શારીરિક સમસ્યા હતી, જેના કારણે તેને એર્નાકુલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટૂંકા સ્થાને એક અલગ રહેવાસમાં રાખવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.