ETV Bharat / bharat

ઉત્તરાયણ વિશેષઃ ઈતિહાસમાં આ તહેવારનું છે વિશેષ મહત્વ... - why we celebrate uttrayan?

ન્યુઝ ડેસ્કઃ સૂર્ય જ્યારે ઉત્તર દિશામાં પ્રવેશ કરે તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ ઉત્તરાયણનો મહિમા વર્ણવતા કહ્યું છે કે ઉત્તરાયણના 6 માસના શુભ કાળમાં જ્યારે ભગવાન સૂર્ય ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે, ત્યારે આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત આ દિવસે પશુ-પક્ષીઓને ખવરાવી દાન કરવાથી પુણ્ય મળતુ હોવાની પણ શ્રદ્ધા છે.

uttrayan special story
uttrayan special story
author img

By

Published : Jan 14, 2020, 4:54 AM IST

સૂર્યનું મકર રાશિમાં આજના દિવસે પ્રવેશ કરે છે. સૂર્યનું મકર રાશિમાં આવવું એનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ અનોખું મહત્વ છે. આ ઉપરાંત ભૌગોલિક દ્રષ્ટિએ પણ આ તહેવારનું મહત્વ છે. વર્ષના છ મહિના પૃથ્વી ઉત્તર દિશા તરફ નમેલી રહે છે. જેને કારણે છ મહિના ઉત્તરાયણના અને છ મહિના દક્ષિણાયનના કહેવામાં આવે છે.

કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ બાણશૈયા પર છ મહિના સુધી ઉત્તરાયણની રાહ જોઈને સૂઈ રહ્યાં હતાં. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ મહિના દરમિયાન જો કોઈ મૃત્યુ પામે તો તેને મુક્તિ મળે છે અને તેનો ફરી જન્મ થતો નથી અને એટલા માટે જ ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે પોતાનો દેહત્યાગ કર્યો હતો.

તો બીજીતરફ આજના દિને પશુ-પક્ષીઓને પણ દાન કરવાનું છે ખાસ મહત્ત્વ, લોકો દુધાળા પશુઓને બાજરો અન્ય પશુઓને લાડુ તો પક્ષીઓને ચણ ખવડાવી મેળવશે પુણ્યનો લ્હાવો

ભૌતિકતા તરફથી આધ્યાત્મ તરફની ગતિ એટલે ઉત્તરાયણ. ઉત્તરાયણમાં સૂર્યનારાયણના કિરણો પૃથ્વી પર સીધા પડવાની શરૂઆત થાય છે તેથી આ પ્રકૃતિનો ઉત્સવ છે. દેવીપુરાણમાં જણાવ્યા અનુસાર સંક્રાંતિ ખૂબ જ સૂક્ષ્મ સમયમાં સંપન્ન થતી એક મહત્વની ઘટના છે.

વિષ્ણુ ધર્મસુત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મકરસક્રાંતિના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સામાન્ય રીતે તલની પ્રકૃતિ ગરમ હોય છે જેનું શિયાળામાં સેવન કરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે.

Intro:Body:

uttrayan special stoty

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.