હૈદરાબાદઃ US FDAએ લેબકોર્પને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેનને મંજૂરી આપી છે, જેનાથી કોરોના વાઇરસના દર્દીઓ પાસેથી તેના ટેસ્ટ પરથી સ્વ પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. FDAએ પ્રથમ 16 માર્ચે લેબકોર્પને પરીક્ષણ માટે EA આપ્યા હતા, પરંતુ આરોગ્ય સંભાળ પ્રદાતાઓ દ્વારા એકત્રિત ઉપલા અને નીચલા શ્વસન નમુનાઓ સુધી મર્યાદિત નમુના સંગ્રહ હતા.
FDA કમિશ્નર સ્ટીફન હેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'કોરોના વાઇરસ દરમિયાન અમે દર્દીઓના નિદાનની સચોટ ખાતરી કરવા માટે પરીક્ષણ વિકાસની સુવિધા આપી રહ્યા છીએ, જેમાં વિશ્વસનીય અને સચોટ ઘરેલુ નમુના સંગ્રહ વિકલ્પોના વિકાસને ટેકો આપવાનો સમાવેશ છે.'
લેબકોર્પે કહ્યું કે, તેની ઘરેલુ સંગ્રહ કીટ શરુઆતમાં આરોગ્ય સંભાળ કર્મીઓ અને પહેલા જવાબ આપનારાઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે, જેમને કોરોના વાઇરસનો સંપર્ક થયો હોય અથવા તેના લક્ષણો જણાતા હોય.
કંપની કિટ્સ બનાવવાની યોજના ધરાવે છે. જેમાં દર્દીને પ્રશ્નાવલી ભરવાની અને પછી આરોગ્યકર્મીની ભલામણની જરુર છે. જે આવતા અઠવાડિયામાં વધુ વ્યાપક રુપે ઉપલબ્ધ બનશે.'