આ પીડિત યુવકે કેમેરાની સામે જણાવ્યું કે, "તે દુધારી પુલ પર ફરવા ગયો હતો. જ્યાં ચાર લોકોએ તેનું અપહરણ કરીને તેને સળગાવી દીધો હતો. આ સાથે જ તેણે જણાવ્યું હતું કે, અપહરણ કર્તાઓના મોઢા ઢાંકેલા હતા. તે માંથી એકે કહ્યું કે, આના પર કેરોસિન છાંટીને આંગ ચાંપી દો" જે બાદ તે લોકો આગ ચાંપીને ત્યાથી ફરાર થઇ ગયા હતા. પીડિત યુવકે જણાવ્યું કે, "તે લોકોએ મને જયશ્રી રામ બોલવાનું કહ્યું જે હું ન બોલ્યો એટલે મને માર મારવા લાગ્યા"
આ મામલે SP સંતોષકુમાર સિંહે જણાવ્યું કે, જ્યારે પીડિત સગીર યુવક સાથે હોસ્પિટલમાં વાત કરી ત્યારે તેણે જણાવ્યું કે આ ઘટનામાં સુનીલ નામનો યુવક સામેલ હતો. ઘટના સ્થળમાં તેણે છતેલ ગામ જણાવ્યું હતું. છતેલ ગામ મનરાજપુર ગામથી લગભગ 2 કિલોમીટર દુર છે. SPની માન્યતા અનુસાર જિલ્લા હોસ્પિટલ ચંદોલી ખાતેથી BHUમાં રેફર કરવામાં આવ્યો ત્યારે તેણે ઇસ્પેક્ટરને જણાવ્યું હતું કે, ચાર લોકો હતા. જે મોટર સાયકલ પર સવાર હતા. અને મને ઉપાડીને તેઓ હતીજા ગામ તરફ લઇ ગયા હતા. તો આ અંગે પોલીસની માન્યતા અનુસાર આ બિલકુલ અલગ દિશામાં છે.
પોલીસ એવો પણ દાવો કરી રહી છે કે, યુવક દ્વારા જણાવામાં આવેલા ત્રણે લોકેશન પર તપાસ કરવામાં આવી CCTV પણ ચેક કરવામાં આવ્યા પણ એક પણ આ યુવક દેખાયો નથી. આ અંગે SPએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં જયશ્રી રામ જેવી કોઇ વાત જ નથી. SPએ દાવો પણ કર્યો છે કે, કેટલાક લોકોએ પીડિત અને તેની માતાને ઉશેરયા હશે કે, આ ઘટનાને જયશ્રી રામના નારા સાથે જોડી દેવાથી આ ઘટના મોટી બની જશે. જેથી તેને પણ આર્થિક મદદ મળી જશે. જે બાદ તેઓએ સમગ્ર ઘટનાને ફેરવી નાંખી.
આ અંગે SPએ જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ઘટના સ્થળથી 1.5 કિલોમીટર દૂર મજાર પાસે આ યુવક સવારના 4 વાગ્યે પહોંચ્યો હોવો જોઇએ જ્યાં આ યુવકના ચપ્પલ મુકેલા હતા. અને સળગેલા કપડા હતા. તે દરમિયાન એક પત્રકાર 4 વાગીને 25 મીનિટે ત્યાં પહોંચ્યો. પોલીસના જણાવ્યું મુજબ આ પત્રકાર વહેલી સવારે છાપું લેવા જઇ રહ્યો હતો. પોલીસ એવો પણ દાવો કરી રહી છે કે, આ પત્રકારે જોયું કે એક યુવક પોતાના શરીર પર કેરોસિન છાંટી આગ લગાવીને આગના ગોળાની માફક ભાગી રહ્યો હતો. જેને પત્રકારે પાગલ સમજી લીધો. આ પત્રકારનું નામ મોર્યૈા છે. એક માત્ર ચશ્મદીદ ગવાહ છે. જેનું નિવેદન પણ લઇ શકાય તેમ છે. તેના સિવાય ત્યા કોઇ જ નહોતું.
આ મામલે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પીડિત યુવકે જે સુનીલ નામના શખ્સનું નામ ઉચ્ચાર્યુ હતું, તેના પીતાએ પીડિતના સંબંધીઓના વિરૂદ્ધમાં વર્ષ 2016માં ફરિયાદ દાખલ કરાવી હતી. જે અંગે પોલીસ અવો દાવો કરી રહી છે કે, બની શકે કે મઝાર પાસે કોઇ તાંત્રિક વિધી કરવામાં આવી હોય પછી અંધશ્રદ્ધામાં પોતાને જ આગ ચાંપી હોય, તો આ મામલે પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.