લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે હાલના સ્તરના લગભગ 10 ગણો વધારો કરીને કોરોના વાઇરસ પરીક્ષણમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રાજ્યમાં દરરોજ કોરોના ચેપ માટે લગભગ 3200 પરીક્ષણ કરવામાં આવે છે.
SGPGIMS સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર આર. કે એ જણાવ્યું કે, પરીક્ષણ વૃદ્ધિ અભિયાનના ભાગ રુપે, સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ મેડિકલ સાયન્સ પણ તેની પરીક્ષણ ક્ષમતામાં અઢીગણો વધારો કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, પરીક્ષણ એ કોરોના વાઇરસ નિયંત્રણની વ્યુહ રચનાનો નિર્ણાયક ઘટક છે. યુપી સરકારે વધુ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે અને હવે જે છે તેનાથી દસ ગણાનો વધારો થશે. SGPGIMS પણ પરીક્ષણ માટે વધુ નમુનાઓ મુકશે.
પ્રોફેસર ધીમનના જણાવ્યા અનુસાર, SGPGI એક દિવસમાં 400 નમુનાઓનું પરીક્ષણ કરી શકે છે, પરંતુ ટૂંક સમયમાં જ દરરોજ 1000 પરીક્ષણ કરવામાં આવશે.
SGPGI મેડિકલ કોલેજો અને સરકારી ટેલિમેડિસિન સુવિધા પણ દિવસ અને રાત 24x7 ચલાવી રહી છે.
પ્રોફેસર ધિમાને કહ્યું કે, અમે એક મોટા ભાઇ તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છીએ. અમારી ટીમ 24x7 ટેલિમેડિસિન હેલ્પલાઇન ચલાવી રહી છે. આ ઉપરાંત વ્હોટ્સ એપ, ઝુમ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તેઓ કાર્યરત છે.
સંસ્થા સખત સલામતી પ્રોટોકોલને પગલે, આરોગ્ય કર્મચારીઓને કોવિડ 19 દર્દીઓની સારવાર માટે પણ તાલીમ અપાઇ રહી છે.