લખનઉ: યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તમામ કેબિનેટ પ્રધાનોને આઇપેડ આપવાનો નિર્ણય લીધો છે. તમામ પ્રધાનોને ટેક્નોસેવી બનાવવા અને ટેકનિકથી સજ્જ કરવા માટે આઇપેડ આપવામાં આવશે. એટલું જ નહીં મુખ્ય પ્રધાનનો આદેશ છે કે, કેબિનેટની બેઠક પણ પેપરલેસ બનાવવામાં આવે. જેને આગામી બેઠકથી લાગૂ કરવામાં આવશે.
દર્પણ એપ દ્વારા CM યોગી યોજનાઓનું મૉનિટરિંગ કરી રહ્યા છે
CMએ કામકાજને સરળ કરવા સાથે જ યોજનાઓનું મૉનિટરિંગ કરવા માટે દર્પણ ડૈશબોર્ડ તૈયાર કરાવ્યું છે. જેમાં મોટા ભાગના તમામ વિભાગોને જોડવામાં આવ્યાં છે. જે વિભાગો અત્યાર સુધી જોડાઇ શક્યા નથી, તેમને 1 મહિનાના ગાળામાં જોડી દેવામાં આવશે. આ એપના માધ્યમથી CM તમામ કાર્યોની પ્રગતિમાં નજર રાખી શકશે.
આઈપેડના માધ્યમથી મુખ્ય પ્રધાન આપશે લેખિત મંજૂરી
ટૂંક સમયમાં CM જિલ્લાઓની અચાનક મુલાકાત કરીને નિરીક્ષણ શરૂ કરવાના છે. એવામાં મુખ્ય પ્રધાન જે પણ જિલ્લામાં જશે, તે જિલ્લાની યોજનાઓનો તાજેતરનો રિપોર્ટ જોઈને અધિકારીઓની જવાબદારી નક્કી કરશે. એટલું જ નહીં ઘણી વખત CM રાજ્યની બહાર પ્રવાસે હોય તેવા સમયે લેખિતમાં મંજૂરી આપવામાં મુશ્કેલી પડતી હતી, પરંતુ દર્પણ ડૈશબોર્ડની સાથે ઈ-મેઈલ લિંક કર્યા બાદ CM કોઈ પણ સ્થળથી અધિકારીઓને લેખીતમાં મંજૂરી આપી શકે છે.