લખનઉઃ ઉત્તરપ્રદેશના બલરામપુરમાં યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે યુપીના એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) અવનીશ અવસ્થી અને એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
ઉત્તરપ્રદેશમાં અવાર નવાર દુષ્કર્મની ઘટનાઓ બનતી રહે છે. તાજેતરમાં હાથરસમાં અને બલરામપુરમાં દુષ્કર્મની એમ બે ઘટના સામે આવી છે. જેને લઈ યુપીમાં ધમાસાણ છે. હાથરસની ઘટનાને લઈ યુપી સરકારની નિંદા થઈ રહી છે. ત્યારે બલરામપુરમાં બનેલી ઘટનાને લઈ યુપીના એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) અવનીશ અવસ્થી અને એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતાં. સીએમ યોગી આદિત્યનાથના આદેશ પર બંને અધિકારીઓ ગૈંસડી કોતવાલી ગયા હતાં.
નોંધનીય છે કે બલરામપુર દુષ્કર્મ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. બલરામપુરના ગૈસડી કોતવાલી વિસ્તારમાં એક છાત્ર સાથે હેવાનો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ અગાઉ ડીજીપી હિતેશ ચંન્દ્રએ અવસ્થી સાથે હાથરસમાં પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી.હાલ હાથરસમાં બનેલી દુ્કર્મની ઘટનાને લઈ રાજકારણ થઈ રહ્યું છે તો બીજી બાજુ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.