ETV Bharat / bharat

ઉન્નાવ કેસ : ન્યાયના ખુલ્લેઆમ થયા ધજાગરા - શોષણ

ન્યૂઝ ડેસ્ક: લૂંટફાટ, અત્યાચાર, શોષણ, બળાત્કાર અને હત્યા વિનાનો નિર્ભય સમાજ હોય તે કેવું સુંદર સપનું છે?

ઉન્નાવ કેસ : ન્યાયના ખુલ્લેઆમ થયા ધજાગરા

author img

By

Published : Jan 9, 2020, 10:45 AM IST

પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ બળાત્કાર અને હત્યાના ગુનાઓ કરવા લાગે ત્યારે ભારત ગુનાખોરીની ઊંડી ગર્તામાં ઉતરી ગયો હોય તેવું લાગે.

ભારતની સંસ્કૃતિ હંમેશા બૂરાઈ સામે અચ્છાઈના વિજયની ઉજવણી કરતું આવ્યું છે.

બળાત્કાર, અત્યાચાર, સતામણી, ત્રાસ અને જુલમનો ભોગ બનેલા લોકો માટે ન્યાય મૃગજળ સમાન બની રહ્યું છે, કેમ કે ન્યાયતંત્ર ઝડપી ન્યાય આપવામાં નિષ્ફળ જાય છે.

પીડિતા મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન સામે જઈને આત્મહત્યાનો પ્રયાસ કરે અને ન્યાયનો પોકાર કરે ત્યાં સુધી તેની ફરિયાદ પર ધ્યાન આપનારું કોઈ હોતું નથી. આવા ઉદાહરણ રાજ્યમાં શાસનની ઉપેક્ષા અને બેજવાબદારી દેખાડી આપે છે.

આ કિસ્સો એ પણ દેખાડી આપતું હતું કે કઈ રીતે અમાનવીય અધિકારીઓ ન્યાયનું ગળું દબાવી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરી પછી આ અધિકારીઓની બદલી કરવી પડી હતી. સુપ્રીમ કોર્ટે કહેવું પડ્યું હતું કે દોઢ વર્ષમાં કાર્યવાહી પૂરી થવી જોઈએ.

આખરે મુખ્ય આરોપીને ઉન્નાવ કેસમાં આજીવન કેદની સજા થઈ છે.

એક તરફ પીડિતા ન્યાય માટે સંઘર્ષ કરતી હોય ત્યારે જ્ઞાતિવાદી રાજકીય નેતાઓ બેફામ ગુનાખોરી કરતા રહે છે અને ન્યાયની પ્રક્રિયામાં અવરોધ ઊભા કરતા રહે છે.

યોગી આદિત્યનાથની સરકારે એવો નિશ્ચય જાહેર કર્યો હતો કે ગુનેગારોને ખતમ કરીને અપરાધથી મુક્ત સમાજનું નિર્માણ કરાશે.

બાદમાં એ પ્રક્રિયામાં 100થી વધુ ગુનેગારો અને અસામાજિક તત્ત્વોને સજા થઈ હતી.

યોગીની સરકાર આવી તેના ત્રણ જ મહિના પછી 2017માં માનખી ગામની 17 વર્ષની સગીરા ગૂમ થઈ ગઈ હતી.

આક્ષેપ એવો થયો હતો કે ભાજપના એમએલએ કુલદીપ સિંહ સેંગર, તેમના ભાઈ અરુપ સિંહ અને તેમના અનુયાયીઓએ તેના પર સામુહિક બળાત્કાર કર્યો હતો.

સગીરાના માતાપિતાએ ગૂમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી તે પછી તેમના કબજામાંથી છોડાવાઈ હતી.

પોલીસ ભાજપના ધારાસભ્ય સામે કાર્યવાહી કરવાની હિંમત ધરાવતી નહોતી, તેથી સગીરાને લગ્ન કરવાની ફરજ પાડી હતી અને અપહરણનો કેસ દાખલ કર્યો હતો.

અત્યાચાર અહીં અટક્યો નહિ. ભાજપના નેતા સેંગરના ગુંડાઓએ સગીરાના પિતા પર હુમલો કર્યો અને તેમની સામે શસ્ત્રો રાખવાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી લેવાઈ.

હત્યા કરવાની ધમકી મળી તે પછી સગીરાએ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

બીજા જ દિવસે તેમના પિતાનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું.

અલાહાબાદ હાઈ કોર્ટના હુકમ બાદ સીબીઆઈને તપાસ સોંપાઈ હતી અને ભાજપના ધારાસભ્ય સેંગર, તેના ભાઈ અને ટેકેદારોની આ કેસમાં ધરપકડ થઈ હતી.

જોકે સીબીઆઈએ પણ કેસની તપાસ કરવામાં ઘણી ઢીલ કરી હતી. દરમિયાન સેંગરના ભાઈએ પીડિતાના પરિવારના લોકોને ધમકાવાનું અને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું.

હત્યાના આરોપમાં પીડિતાના કાકાને 10 વર્ષની જેલની સજા થાય તેવું તેમણે કરાવ્યું.

બાદમાં તેમનો આખો પરિવાર ખતમ થઈ જાય તે રીતે તેમના પરિવારને ટ્રકનો અકસ્માત કરાવ્યો હતા.

ટ્રક અકસ્માતમાં પીડિતા અને તેમના વકીલ બચી ગયા, પણ કુટુંબના બે સભ્યોના મોત થયા હતા.

આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા અને તે પછી ભીંસમાં આવેલા ભાજપે આખરે ધારાસભ્ય સેંગરને સસ્પેન્ડ કર્યા હતા.

બાદમાં સેંગરને ગુનેગાર ઠેરાવીને અદાલતે તેમને સજા ફટકારી.

પોતાના જીવ પર જોખમ છે એમ કહીને પીડિતાએ 17 જુલાઈએ ન્યાય માગ્યો હતો, ત્યારે તેમનો કેસ દિલ્હી હાઈ કોર્ટમાં ફેરવવા માટે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

દિલ્હી હાઈ કોર્ટમાં નિયમિત સુનાવણી પછી સેંગર અને બીજાને ગુનેગાર ઠરાવી, સેંગરને આજીવન કેદની સજા ફટકારી છે.

આ રીતે સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી પછી જ ન્યાય મળી શક્યો છે. આમ છતાં ગુનાખોરી ઘટી રહી નથી.

ગત સપ્ટેમ્બર પછી ઉત્તર પ્રદેશમાં બળાત્કાર અને હત્યાના પાંચ બીજા કેસ નોંધાયા છે.

ચોંકાવનારી વાત એ છે કે એક અન્ય પીડિતાને પણ આરોપીઓએ ખુલ્લેઆમ જીવતી સળગાવી દેવા પ્રયત્ન કર્યો હતો.

સળગતી હાલતમાં પીડિતા એક કિલોમિટર દોડી હતી. હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેતા પહેલાં તેણે અપિલ કરી હતી કે આરોપીઓને ફાંસીની સજા આપજો.

એ જ રીતે પંજાબમાં પણ બળાત્કારનો ભોગ બનેલી એક યુવતીએ આત્મહત્યા કરી લેવી પડી, કેમ કે પોલીસ તેના પર હુમલો કરનારા સામે કેસ દાખલ કરવા પણ તૈયાર નહોતી.

રાજકીય સત્તામાં બેઠેલા લોકો પોતે ગુંડાગીરી કરવાનો પરવાનો ધરાવે છે એમ સમજીને ન્યાયની મશ્કરી ઉડાવી રહ્યા છે. તેના કારણે બંધારણની ભાવના અને લોકતંત્રનો પાયો જ હચમચી રહ્યો છે.

સેંગર ચાર વખત જીત્યા હતા અને તેમના જિલ્લામાં તેમની દાદાગીરી ચાલતી હતી. તેઓ મૂળ કોંગ્રેસમાં હતા અને બાદમાં બીએસપીમાં જોડાયા. બે વાર એસપીમાંથી પણ ધારાસભ્ય બન્યા અને છેલ્લે ભાજપમાં. આ રીતે પક્ષ બદલાતો રહે, પણ તેમનું એકહથ્થું શાસન જિલ્લામાં ચાલતું રહે.

બીજી ઘણી જગ્યાએ પણ આવા અત્યાચારના કેસ બન્યા છે તેનો ઇનકાર થઈ શકે તેમ નથી. પરંતુ આવા ગુનેગાર રાજકારણીઓના ઇશારે જ તંત્ર ચાલતુ રહેશે તો લોકતંત્રનું શું થશે તે સવાલ છે.

સેંગર સામે કોઈ અવાજ ઉઠાવી શકતું નહોતું. તેના ભાઈએ જિલ્લા પોલીસ વડાની હત્યાનો પ્રયાસ કર્યો ત્યારે પણ તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નહોતી. ઉન્નાવ કેસ ચલાવનાર વિશેષ અદાલતે આ બાબત નોંધી છે.

ન્યાયાધીશ નોંધ્યું હતું કે બંધારણ અને કાયદો જ દેશમાં સર્વોપરી છે. આ રીતે તેમણે રાજકારણીઓને ફટકાર લગાવ્યો હતો.

સ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે કે પોલીસ અને તપાસ એજન્સીઓએ આવા ગુંડાઓની સેવામાં જ કામ કરવું પડે છે.

એ સમય આવી ગયો છે કે રાજકીય પક્ષોએ પોતાના આ ભસ્માસુર જેવા ગુંડા નેતાઓને કાબૂમાં લેવા, નહિતો એક દિવસ એવો આવશે કે ભસ્માસુરની જેમ તેમનો હાથ માથે અડી જશે અને જાતે જ વિનાશ પામશે.

Intro:Body:

news2

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.