ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનું કાનપુરની હેલટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 16 ડિસેમ્બરે એસપી ઑફિસના ગેટ પાસે દુષ્કર્મના આરોપીઓ દ્વારા તેને જીવતી સળગાવી મારી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે બાદ સારવાર અર્થે તેને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેની હાલત ગંભીર હોવાથી કાનપુરની હેલટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. 5 દિવસથી પીડિતા હેલટ હોસ્પિટલમાં મોત સામે લડી રહી હતી. હેલટ હોસ્પિટલમાં(કાનપુર) તેનું સારવાર દરમિયાન શુક્રવાર રાત્રે મોત નિપજ્યું હતું.
હસનગંજ કોતવાલી વિસ્તારના એક ગામ પીડિતા દુષ્કર્મનો ભોગ બની હતી. જેના આરોપી અવધેશ સિંહે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ 2જી ઓક્ટોબર તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસનો મુખ્ય આરોપી અવધેશ સિંહ હતો. જ્યારે અન્ય આરોપીઓમાં તેની ભાભી સહિત ચાર વ્યક્તિઓનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપીને 28 નવેમ્બરના રોજ હાઈકોર્ટ તરફથી ધરપકડ પર સ્ટે મળ્યો હતો. પીડિતાએ જીવતી સળગાવ્યા બાદ દુષ્કર્મના મુખ્ય આરોપી અવધેશસિંહની હસનગંજ પોલીસે તાત્કાલિક ધરપકડ કરી બીજા જ દિવસે જેલમાં મોકલી આપ્યો હતો.