આ જગ્યાએ ભરાઈ છે મેળો અને યુવા હૈયાઓ એકબીજાને કરે છે ઈમપ્રેસ..
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના જગદેવ ગામમાં સદીઓથી એક અલગ પ્રકારનો મેળો ભરાઈ છે. ઝાલાવાડ મુખ્યાલયથી લગભગ 90 કિલોમીટર દુર નેવજ નદી કિનારે પ્રાચીન દેવનારાયણ ભગવાનનું મંદિર છે. જ્યાં દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ માટે આ મેળાનું આયોજન થાય છે. આ મેળામાં યુવા હૈયાઓ માત્ર પોતાના જીવનસાથીની શોધ માટે આવે છે. મેળામાં યુવક-યુવતીઓ સુંદર રીતે તૈયાર થઈને આવે છે. એક બીજાનું દિલ જીતવા માટે યુવકો હાથમાં વાંસળી લઈને ડાન્સ કરે છે. યુવતીઓ ઘુંઘટની આડમાં ચહેરો છુપાવી પ્રિયતમને રિઝવવાની કોશિશ કરે છે.
ભાગીને લગ્ન કરવાની પ્રથા..
આ મેળામાં આવનાર લોકો મોજ-મસ્તી અને મજાક કરવાનો કોઈ મોકો છોડતા નથી. સ્થાનિક લોકો કહે છે કે જાગદેવ ગામના મેળા અંગે એવી માન્યતા છે કે, મેળાની વચ્ચે યુવક-યુવતીઓ એકબીજાને પાન ખવડાવીને જ પ્રેમ વ્યક્ત કરે છે. મોકો શોધીને તેએ ભાગી જાય છે અને જીવનભર માટે લગ્નનાં તાંતણે બંઘાઈ જાય છે. ભાગીને લગ્ન કરવાની પ્રથાના કારણે આ પર્વ જાગદેવ ગામ કહેવાય છે.