- આજે કેન્દ્રીય વેપારી સંગઠન્સ હડતાલ કરશે
- 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન ભાગ લેશે
- હડતાલમાં લગભગ 25 કરોડ કર્મચારીઓ જોડાશે
નવી દિલ્હી : કેન્દ્રીય વેપારી સંગઠન્સ દ્વારા મંગળવારના રોજ જણાવવામાં આવ્યું હતું કે, 26 નવેમ્બરના રોજ દેશવ્યાપી સામાન્ય હડતાલની તૈયારી પુરશોરથી ચાલી રહી છે. આ હડતાલમાં લગભગ 25 કરોડ કર્મચારીઓ જોડાશે.
આ હડતાલમાં 10 સેન્ટ્રલ ટ્રેડ યુનિયન ભાગ લેશે.
- ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (INTUC)
- ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ (AITUC)
- હિન્દ મજૂર સભા (HMS)
- સેન્ટર ફોર ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ (CITU)
- ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન સેન્ટર (AIUTUC)
- ટ્રે઼ડ યુનિયન કો-ઓર્ડિનેશન સેન્ટર (TUCC)
- સેલ્ફ એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન(SEWA)
- ઓલ ઇન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ટ્રેડ યુનિયન (AITCU)
- લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન (LPF)
- યુનાઇટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ (UTUC)
આ અંગે સંયુક્ત ફોરમ દ્વારા સંયુક્ત નિવેદન આપવામાં આવ્યું હતું. સંયુક્ત ફોરમમાં સ્વતંત્ર ફેડરેશન અને સંસ્થાઓ પણ શામેલ છે. સંયુક્ત ફોરમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 26 નવેમ્બરના અખિલ ભારતીય હડતાલમાં 25 કરોડથી વધુ કામદારો ભાગ લેવાની આશા રાખીએ છીએ.
હડતાલમાં નહીં જોડાય BMS
ભાજપ સાથે જોડાયેલા ભારતીય મજદુર સંઘે(BMS) સ્પષ્ટતા કરી છે કે, તે આ હડતાલમાં ભાગ લેશે નહીં. BMS દ્વારા મંગળવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવામાં આવ્યું હતું કે, BMS અને તેની સાથે જોડાયેલા સંગઠનો આ હડતાલમાં જોડાશે નહીં.
સામાન્ય હડતાલની તૈયારીઓ અંગે સંતોષ
10 કેન્દ્રીય ટ્રેડ યુનિયન્સના પ્રતિનિધિઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં 26 નવેમ્બર 2020ના રોજ યોજાનારી દેશવ્યાપી સામાન્ય હડતાલની તૈયારીઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના સાહસોના અનેક સ્વતંત્ર સંઘ અને સંગઠનોએ પણ 26 નવેમ્બરના રોજ એટલે કે આજના દિવસે હડતાલની નોટીસ આપી છે.