દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધન ખેરા ડાબરની બ્રહ્મા પ્રકાશ હોસ્પિટલમાં પહોંચ્યા. આ હોસ્પિટલમાં, કોરોના વાઇરસના 19 પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ દરમિયાન ડો. હર્ષ વર્ધનને હોસ્પિટલમાં તબીબી સુવિધાઓની મુલાકાત લીધી હતી અને તબીબો સાથે વાતચીત કરી હતી. ડૉ. હર્ષ વર્ધને વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દેશમાં, આ પહેલા કોઈ પી.પી.ઇ કીટ બનાવવામાં આવી ન હતી. તે દેશમાં દરરોજ ત્રણથી પાંચ લાખ કીટ બનાવવામાં આવી રહી છે અને અન્ય દેશોમાં પણ મોકલવામાં આવી રહી છે. આ સાથે, ભારત સૌથી વધુ પીપીઈ કિટ્સ બનાવનારો બીજા નબરનો દેશ બન્યો છે.
આ સિવાય તેમણે જણાવ્યું હતું કે આયુર્વે આપણી જૂની તાકાત છે અને આયુર્વેદથી જ ખૂબ મોટા રોગોની સારવાર શક્ય છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યારે આપણે સંશોધન દ્વારા આયુર્વેદને આખી દુનિયામાં લાવીશું, ત્યારે આયુર્વેદ વિશ્વભરના અનેક રોગોનો ઉપચાર કરી શકશે અને કોવિડ-19 સામેની આપણી લડતમાં પણ મદદ કરશે.