નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠકમાં કોરોના વાયરસ જેવા ગંભીર મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ કોરોના વાયરસના 6 કેસ સામે આવ્યાં છે.
કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધીમાં 3000થી વધુ લાકોના મોત થયા છે. ચીન સિવાય પણ દુનિયાના ઘણા દેશોમાં આ વાયરસનો કાળો કેર યથાવત છે.