ETV Bharat / bharat

તેલૂગુ સુપરસ્ટાર નાગાર્જૂનના ફાર્મ હાઉસમાંથી મળ્યો મૃતદેહ, પોલીસે શરુ કરી તપાસ

હૈદરાબાદઃ ખ્યાતનામ તેલૂગુ અભિનેતા નાગાર્જૂનના હૈદરાબાદ સ્થિત ફાર્મ હાઉસમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. બુધવારે સાંજે અમુક લોકોએ આ મૃતદેહને જોયો હતો. નાગાર્જૂને પોતાની જમીન ખેતીલાયક છે કે, નહીં તેની તપાસ માટે મોકલ્યા હતાં. આ જમીન લાંબા સમયથી બિનઉપયોગી હતી.

author img

By

Published : Sep 20, 2019, 4:19 PM IST

Updated : Sep 20, 2019, 5:24 PM IST

તેલુગુ સુપરસ્ટાર નાગાર્જુનના ફાર્મહાઉસમાંથી મળ્યો મૃતદેહ

આ ફાર્મહાઉસ શાદનગર બ્લૉકના પપીરેડ્ડીગુડામાં આવેલું છે. મૃતદેહ ફાર્મહાઉસના એક બંધ રુમમાં પડેલો હતો. જમીન જોવા ગયેલા લોકોએ મૃતદેહ જોતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. કેશમપેટ પોલીસે આ મામલે ગુનો નોંધી મૃતદેહની ઓળખ કરવાની પ્રક્રિયા શરુ કરી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું કારણ બહાર આવશે.

નાગાર્જુન અને તેમના પરિવારના સભ્યોએ કહ્યુ હતું કે, તેઓએ થોડા સમય પહેલાં જ ફાર્મહાઉસની મુલાકાત કરી હતી અને વૃક્ષારોપણ કર્યુ હતું. ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી કરવાનું વિચારી રહ્યા છે. આ માટે કેટલાક વિશેષજ્ઞોને મોકલ્યા હતાં. તેઓએ 40 એકર જમીન એક વર્ષ પહેલા ખરીદી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/unidentified-body-found-at-nagarjuna-farmhouse/na20190920115855287

Conclusion:
Last Updated : Sep 20, 2019, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.