ETV Bharat / bharat

અસરકારક પગલાં થકી જર્મનીમાં રોગચાળો નિયંત્રણ હેઠળ

કોવિડ-19 રોગચાળાને અસરકારક રીતે નિયંત્રિત કરનારા દેશોમાં જર્મનીનો સમાવેશ થાય છે. પ્રારંભિક દિવસોમાં મોટી સંખ્યામાં કેસો નોંધાયા હોવા છતાં જર્મની ચેપને ફેલાતો અટકાવવામાં અગ્રેસર રહ્યું છે. 14મી એપ્રિલ સુધીમાં જર્મનીમાં 1,30,000 કેસો નોંધાયા હતા, જે પૈકીના અડધા દર્દીઓ સાજા થઇ ગયા છે. જર્મનીનાં મેડિકલ એક્સપર્ટ ડો. મારિયા ચેન્નમાનેનીએ જણાવ્યું હતું કે, સરકારનાં પગલાં તથા જનતાની જાગૃતિને કારણે બિમારીને ફેલાતી અટકાવી શકાઇ હતી. ડો. મારિયા વેમુલાવાડાના MLA ચેન્નમાનેની રમેશનાં પત્ની છે. તેઓ છેલ્લાં 30 વર્ષોથી ક્લિનિકમ બુશ, બર્લિન ખાતે સિનિયર ફિઝિયોથેરેપિસ્ટ તરીકે ફરજ બજાવે છે. ઇનાડુને ટેલિફોન પર આપેલા ખાસ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જર્મની કેવી રીતે ઓછા મૃત્યુ દર સાથે કોવિડ-19 રોગચાળાને નાથી શક્યું, તે વિશે વાતચીત કરી હતી.

ો
અસરકારક પગલાં થકી જર્મનીમાં રોગચાળો નિયંત્રણ હેઠળ
author img

By

Published : Apr 22, 2020, 4:18 PM IST

જર્મનીમાં કોવિડ-19નો પ્રથમ કેસ 27મી જાન્યુઆરીના રોજ નોંધાયો હતો. સ્ટેનબર્ગ ખાતે જર્મન કારની સ્પેર સપ્લાયર કંપની વેબ્સ્ટાના 33 વર્ષના કર્મચારીનો ટેસ્ટ પોઝિટિવિ આવ્યો હતો. તેને ચીનના વુહાનના તેના સહકર્મી દ્વારા આ બિમારીનો ચેપ લાગ્યો હતો. ઇટલી, ઇરાન અને ચીનના પ્રવાસીઓ થકી આ વાઇરસ દેશભરમાં વ્યાપી ગયો હતો. 14મી એપ્રિલ સુધીમાં દેશમાં 1,32,210 કેસો નોંધાયા હતા. 3,495 લોકોનાં મોત થયાં છે. સંક્રમણને નાથવા માટે સરકારે અસરકારક રણનીતિ અપનાવી છે. સરકારની T3 પહેલ - ‘ટ્રેસ, ટેસ્ટ અને ટ્રિટ (સારવાર)’ સફળ નીવડી હતી. પ્રારંભિક નિદાન તથા સ્ક્રીનિંગને કારણે ઇન્ફેક્શન વધતાં અટક્યું હતું અને મોટી જાનહાનિ ટળી હતી. રોગચાળાના પ્રસરણનો દર નોંધપાત્ર રીતે ઘટ્યો છે. 64,300 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. પ્રારંભિક ધોરણે એક ચેપગ્રસ્ત (સંક્રમિત) વ્યક્તિ પાંચથી સાત લોકોમાં વાઇરસ ફેલાવી શકે છે. આ વ્યાપ હવે ઘટીને 1.2થી 1.7 વ્યક્તિનો થયો છે. વર્તમાન સમયમાં 2,294 દર્દીઓ આઇસીયુમાંછી, જેમાંથી 73 ટકા દર્દીઓ વેન્ટિલેટર પર છે.

જર્મન સરકારે રોગચાળાને નિયંત્રિત કરવા માટે અને નિવારણ કરવા માટે જવાબદાર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રોબર્ટ કોચ ઇન્સ્ટિટ્યૂટની મદદથી વાઇરસને ડામવા માટેનો આકસ્મિક પ્લાન વિકસાવ્યો હતો. સંસર્ગની ઝડપ ઘટાડવા માટે વિશાળ સંખ્યામાં કન્ટેઇનમેન્ટ ક્લસ્ટર્સ ઊભા કરવામાં આવ્યાં હતાં. 22મી માર્ચના રોજ રાષ્ટ્રીય કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરી દેવાઇ હતી. લોકોને માત્ર જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નિકળવાની છૂટ આપવામાં આવી હતી. જર્મનીમાં 132 કેન્દ્રોએ એક અઠવાડિયામાં કોવિડ-19ના 5,00,000 ટેસ્ટ હાથ ધર્યા હતા. અત્યાર સુધીમાં 13,50,000 ટેસ્ટ્સ કરવામાં આવ્યા છે. ડોક્ટરો લક્ષણો ધરાવનારા લોકોની ઓળખ કરીને તરત જ સારવાર શરૂ કરી દે છે. હેલ્થકેર સેક્ટર ટેલિમેડિસિનનો ઉપયોગ કરી રહ્યું છે.

સરકારી મેડિકલ પોલિસી અને આરોગ્યલક્ષી વ્યવસ્થાઓએ આ રોગચાળા સામે લડત આપવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. જર્મનીની કુલ વસ્તી 8 કરોડ છે. દેશ 16 રાજ્યોમાં વિભાજિત છે. શિક્ષણ અને હેલ્થકેર વ્યવસ્થાઓ સંપૂર્ણપણે સરકારના નિયંત્રણ હેઠળ છે. આરોગ્ય સંભાળ પાછળ સરકાર પ્રતિ વ્યક્તિ વાર્ષિક 4,50,000 રૂપિયાનો ખર્ચ કરે છે, જે ઘણા દેશોની તુલનામાં ઘણો ઊંચો છે. અહીં દેશનો પ્રત્યેક નાગરિક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ધરાવે છે. પ્રત્યેક 1,00,000ની વસ્તી માટે 620 હોસ્પિટલ બેડની સુવિધા છે. મેડિકલ ટેસ્ટિંગની સુવિધા તમામ લોકોને વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. કોવિડ-19નો રોગચાળો ફાટી નિકળવા છતાં, જર્મનીમાં સામાન્ય મેડિકલ સેવાઓ નિર્વિઘ્ને કાર્યરત છે.

જર્મનીની માફક ભારત પણ મારો દેશ છે. મારા પતિ અને મારાં સાસરિયાંએ તેલંગણા સંસ્કૃતિ સાથે તાદાત્મ્ય સાધવામાં મને મદદ કરી છે. 130 કરોડની વસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવો ઘણો જ મુશ્કેલ છે. નિષ્ણાતો તથા નાગરિકો ઘણા પડકારોનો સામનો કરીને લોકડાઉનનો અમલ કરવાના ભારત સરકારના નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. જો વર્તમાન પગલાં સાથે ટેસ્ટિંગનું પ્રમાણ વધારવામાં આવે, તો લોકો સુનિશ્ચિત થઇ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.