શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બની ગયા છે. ત્યારે ઠાકરે સરકાર શનિવારે વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ બહુમત સાબિત કરવા માટે ઉદ્ધવ ઠાકરેને 3 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જોકે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી ગઠબંધન સરકાર શનિવારે જ ફ્લોર ટેસ્ટ આપવા માટે તૈયાર છે.
ઉદ્ધવ સરકાર આજે શનિવારે મહારાષ્ટ્રના વિધાનસભામાં પોતાનો બહુમત સાબિત કરશે.ફ્લોર ટેસ્ટ શનિવારના રોજ 2 વાગ્યે થવાનો છે. તો રવિવારના રોજ સ્પીકર માટે ચૂંટણી યોજવામાં આવશે.ઠાકરે સરકાર માટે શનિવારના રોજ વિધાનસભાનો વિશેષ સત્ર બોલાવામાં આવ્યો છે.ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા પછી તેની સામે સૌથી મોટો પડકાર ત્રિપક્ષીય ગઠબંધનને સાધવાનું છે. મહારાષ્ટ્ર વિધાનસભાનો વિશેષ સત્ર શનિવારે શરૂ થશે.
ઉદ્ધવ ઠાકરે સરકારને બહુમત માટે બપોર 2 વાગ્યે સુધી કોંગ્રેસના સ્પીકર પોસ્ટ માટે નામાંકન દાખલ કરાવો પડશે.કોંગ્રેસને આ માટે 3 નામ આપવા પડશે અને સરકારમાં ત્રણેયદળ કોઇ એક નામ પર સહમતી દર્શાવશે.જોકે સ્પીકરની પસંદગી 1 ડિસેમ્બરના રોજ થવાની છે.