ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશ: બુલંદશહેરમાં મંદિર પરિસરમાં બે સાધુની હત્યા કરાઈ, આરોપીની ધરપકડ - crime news

ઉત્તર પ્રદેશમાં એક દારૂડિયા યુવકે બે સાધુની હત્યા કરી છે. સાધુનો ચિપિયો ચોરી કરવા બદલ ગામ લોકોએ યુવકને ઠપકો આપ્યો હતો. જેની આદાવત રાખી આ યુવકે દારૂના નશામાં બંને સાધુને તિક્ષ્ણ હથિયારના ધા મારીને હત્યા કરી હતી.

two-saints-murdered-in-bulandshahr
ઉત્તર પ્રદેશમાં બે સાધુની થઈ હત્યા
author img

By

Published : Apr 28, 2020, 11:39 AM IST

ઉત્તર પ્રદેશ: બુલંદશહેર જિલ્લાના અનુપ શહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંદિર પરિસરમાં સૂતાં બે સાધુઓને તીક્ષ્ણ હથિયારોથી કાપીને નિર્દય રીતે મોતને ઘાટ ઉતાર્યા હતા. મળતી માહિતી મુજબ સાધુનો ચિપિયો ચોરી કરનારા યુવકને તીર્થ યાત્રાળુઓએ ઠપકો આપ્યો હતો. સોમવાર રાત્રે કથિત દારૂડિયા યુવકે મંદિરના પરિસરમાં પ્રવેશ કર્યો હતો. આ યુવકે સૂતેલા બંને સંતોની હત્યા કરી હતી. ગ્રામજનોની મદદથી પોલીસે હત્યારાની અટકાયત કરી હતી.

two-saints-murdered-in-bulandshahr
ઉત્તર પ્રદેશમાં બે સાધુની થઈ હત્યા

બુલંદશહેર જિલ્લાના અનુપશહેર કોતવાલી વિસ્તારના પેગોના ગામનો છે. મંદિરમાં સૂતાં બે સાધુઓની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ કેસમાં આરોપી યુવાનની ધરપકડ કરવામાં આવી છે. બંને લાંબા સમયથી મંદિરમાં રહેતા હતા. આ યુવક મંદિરની સેવામાં વ્યસ્ત રહેતો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, શિવમંદિરના સાધુનો ચિપિયો એક યુવકે દારૂના નશામાં ચોરી લીધો હતો. જ્યારે બંને સાધુઓએ આવા વ્યક્તિ સામે વાંધો ઉઠાવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ હત્યા પાછળ યુવકનું વ્યસની વલણને જવાબદાર ગણાવે છે.

two-saints-murdered-in-bulandshahr
ચિપિયો બન્યો હત્યાનું કારણ

બંને સાધુઓની હત્યા અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરી આવી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એસએસપી સંતોષકુમાર સિંઘ, અને એસપી દેહત હરેન્દ્ર કુમાર ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હત્યારાની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી છે.

એસએસપી સંતોષકુમાર સિંહે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા યુવકની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે આ હત્યાની કબૂલાત કરી છે. તેની પાસેથી એક ધારદાર હથિયાર પણ મળી આવ્યું છે. હાલમાં બંને સાધુના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવાયા છે. નાજીવી બાબતે આ યુવકે બંને સાધુઓની હત્યા કરી હતી. મૃત્યુ પામનારા સાધુઓમાંથી એકની ઉંમર 55 વર્ષની છે, જ્યારે બીજાની ઉંમર 30 વર્ષ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.