ત્રિપુરાના કેડરના IAS રહેલાં રાધાકૃષ્ણ માથુર કેન્દ્રશાસિત પ્રદેશના પહેલા ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. જેમનો આજે (31 ઓક્ટોબરે) પદગ્રહણ સમારોહ થયો હતો. જેમાં આર.કે માથુરે શપથ ગ્રહણ કર્યા હતા.
આ દિવસથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે નવા કેન્દ્ર શાસિત રાજ્ય થઈ જશે. 5 ઓગસ્ટે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ને સમાપ્ત કરવાની સાથે આ રાજ્યોને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વિભાજીત કરવાના પ્રસ્તાવને બહુમતથી પાસ કરાવી લીધો હતો.
રાષ્ટ્રીય એકતા દિવસના અવસર પર આજે ભારતમાં બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશનો જન્મ થયો છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આજથી કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. જેથી બંન્ને વિસ્તારના ઘણા કાયદા સમાપ્ત થઈ જશે અને નવા કાયદા લાગૂ થશે. મહત્વનું છે કે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીર રાજ્યને બે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત થઈ ચુકી છે. સંસદના બંન્ને ગૃહમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ 2019ને મંજૂરી મળી ચુકી છે અને રાષ્ટ્રપતિએ પણ તેના પર હસ્તાક્ષર કરી દીધા છે.
આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પ્રશાસનિક રૂપથી કેન્દ્ર સરકારને આધીન આવી ગયું અને રાજ્યમાં ઘણા નવા કાયદા લાગૂ થશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા સાથેનો કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. જમ્મુ કાશ્મીરમાં શું મોટા ફેરફાર થશે.?
- જમ્મુ-કાશ્મીર આજથી (31 ઓક્ટોબર) કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા
- જમ્મુ કાશ્મીરમાં RPCની જગ્યાએ IPC લાગૂ થશે.
- જમ્મુ-કાશ્મીરમાં 106 નવા કાયદા લાગુ થઈ જશે.
- જમ્મુ-કાશ્મીરમાં 153 વિશેષ કાયદા સમાપ્ત
- ઉર્દૂની જગ્યાએ હિન્દી અંગ્રેજી સત્તાવાર ભાષાઓ હશે.
- જમ્મુ-કાશ્મીરમાં દિલ્હીની જેમ વિધાનસભાની રચના થશે.
- જમ્મુ-કાશ્મીરમાં આજથી ઉપરાજ્યપાલ કાર્યભાર સંભાળશે.
- વિધાનસભામાં પાસ થયેલા બિલ પર અંતિમ નિર્ણય LG લેશે.
- વિધાનસભાનો કાર્યકાળ 6ની જગ્યાએ પાંચ વર્ષનો રહેશે.
- કાયદો વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની રહેશે.
- આજથી ભારતમાં એક રાજ્ય ઓછું અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ વધી જશે.
જે નિમિત્તે પૂર્વ સિવિલ સેવક રાધા કૃષ્ણ માથુરે લદ્દાખના ઉપરાજ્યપાલના રૂપમાં શપથ લીધા છે.
બંધારણની પ્રથમ અનુસૂચીમાં 15 સ્થાન પર જમ્મુ-કાશ્મીર રાજ્યને રાજ્યની યાદીમાથી હટાવી દેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર UTની એક નવી એન્ટ્રીને કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદીમાં બંધારણની પ્રથમ અનુસૂચીમાં 8મા સ્થાન પર જોડવામાં આવ્યું છે. તમામ આયોગનો ભંગ કરી દેવામાં આવશે. રાજ્ય માનવ અધિકાર આયોગ, મહિલા આયોગ, સૂચના આયોદ, જવાબદાર આયોગ, પરંતુ લોક સેવા આયોગ થોડા સમય માટે રહેશે.