શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિંગામ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ છે. આંતકીઓએ છુપાયા હોવાની સુચના મળતા જ સુરક્ષાદળોએ સર્ચ ઑપરેશન શરુ કર્યું છે. ત્યારે આતંકીઓએ ફાયરિંગ શરુ કર્યું હતુ. જેના જવાબમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ શરુ કર્યું છે. આ અથડામણમાં 2 આતંકીઓ માર્યા ગયા છે.
રાજ્યની પોલીસ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફના જવાનોએ આતંકીઓને શોધવા સર્ચ ઑપરેશન શરું કર્યું છે.