વર્ષ 2015માં તરૂણી પર આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં બે આરોપી ભોમિયાને 20 વર્ષની સજા ફટકારી છે. બંને આરોપીઓએ જાહેર શૌચાલયમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ન્યાયધીશ પ્રીતિ કુમાર ધુલેએ શૈબાજ શેખ અને ઈરશાદ શેખને ભારતીય દંડ સંહિતા(IPC) 376 D(સામુહિક દુષ્કર્મ) અને યૌન શોષણથી બાળકોનું સંરક્ષણ(પોક્સો) કાયદા અંતર્ગત દોષિત સાબીત થયો હતો. આ કાયદાની કલમો હેઠળ આ બંને આરોપીઓને 20 વર્ષની સજા આપવામાં આવી છે.
બંને આરોપીઓએ માર્ચ 2015માં દક્ષિણ મુંબઈની ફોર્ટ વિસ્તારમાં 13 વર્ષીય છોકરીનું અપહરણ કરી, તેને ટેક્સીમાં બેસાડી થોડા કિલોમીટર દૂર ડોકયાર્ડ રોડ વિસ્તારમાં લઈ ગયા હતા. જ્યાં આરોપીઓએ જાહેર શૌચાલયમાં તરૂણી પર દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કર્યા બાદ આરોપીઓેએ કિશોરીને લાયન ગેટ પાસે છોડી દીધી હતી. જે બાદ કિશોરીએ પોતાની સાથે થયેલા બનાવની વાત તેની માતાને જણાવી હતી. આ ઘટના અંગે કિશોરીની માતાએ કોલાબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.