બેંગ્લુરૂઃ કોરોના વાઈરસને લીધે ભારતમાં 3 મે સુધી લોકડાઉન થઈ ગયું છે, ત્યારે આ લોકડાઉનમાં સરકારે લોકો ઘરની બહાર જવાની મંજૂરી આપી નથી. જો કે, કેટલાક લોકોને સરકારે મંજૂરી આપી છે. જેમાં સરકારી અધિકારીઓ અને ડિલીવરી બોય પણ સામેલ છે.
ઘરમાં રહેલા લોકો પાસે આવશ્યક ચીજવસ્તુઓની ખેંચ હોવાથી લોકડાઉનમાં કામ આવા કેટલાક લોકોને છૂટ આપવામાં આવી છે, પરંતુ કેટલાક લોકો આવી છૂટનો લાભ ખોટી રીતે લઈ રહ્યાં છે. કર્ણાટકની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચે બે લોકોને પકડ્યા છે. જે ડિલીવરી બોય તરીકે કામ કરે છે. જેઓએ બે મોંઢા વાળો સાપ વેચવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
બેંગ્લુરૂ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચની ટીમે બે લોકોની ધરપકડ કરી હતી. તે બંને ડિલિવરી બોય બનીને બે મોંઢાવાળા સાપ વેચવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. બંને ઓનલાઇન ડિલિવરી સર્વિસના નામે બહાર નિકળ્યાં હતાં. હાલ આ મામલે કાગલિપુરા રેન્જના વન અધિકારીને ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ તસવીરમાં જોઇ શકાય છે કે, બંને માણસ ડિલિવરી બેગમાંથી મોટો સાપ બહાર કાઢી રહ્યાં છે, જેના બે મોંઢાવાળો છે.