જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે સંદિગ્ધ આતંકવાદીઓએ જંગલ વિસ્તારમાંથી ગુજ્જર સમાજના બે લોકોનું અપહરણ કર્યુ અને તેમાંથી એકની ગોળી મારી હત્યા કરી નાખી હતી.
જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કર્યા બાદ આ પ્રથમ ઘટના સામે આવી છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સાંજના આશરે 7 વાગ્યે પુલવામાં જિલ્લાના ત્રાલમાં જંગલ વિસ્તારમાં રાજૌરી જિલ્લાના રહેવાસી અબ્દુલ કદીર કોહલી અને શ્રીનગરના ખોનમોહના રહેવાસી મંજૂર અહેમદને બંદૂકધારીઓએ ઉઠાવી ગયા હતા.