પ્રાપ્ત વિગતો મુજબ, એક વૃદ્ધના ઉર્સ દરમિયાન સ્થાનિક લોકો શ્રીનગરમાં નમાઝ પઢવા માંગતા હતાં. જેમાં સુરક્ષા કારણોસર શુક્રવારે સાંજે નમાઝ ન કરવા દેવાને કારણે સ્થાનિકોમાં આક્રોશ ઉત્પન્ન થયો હતો.
નમાઝની અનુમતિ ન મળવા પર ઘટનાસ્થળે હાજર પત્રકારો અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, સુરક્ષાદળોના બળ પ્રયોગને કારણે કેટલાક લોકો ઘાયલ થયા છે.
સમગ્ર ઘટનાને લઈને મહિલાઓએ સુરક્ષાદળો પર મારામારીના આરોપ લગાવ્યા છે. આ અંગે વહીવટી તંત્ર તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.