અમદાવદામાં 22 કિલોમિટરનો રોડશો યોજાવાનો છે, તેમાં (લાખોના લાખો નહિ, પણ) હજારો લોકો બંને તરફ સાંસ્કૃતિક ઝલક સાથે સ્વાગત કરવા માટે હાજર હશે. 12,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને ગોઠવી દેવાયા હશે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે "#MaruAmdavad શહેરમાં #NamasteTrump અને #IndiaRoadShow વધારે ને વધારે ભવ્ય બનાવવાનું આયોજન થઈ રહ્યું છે. 22 કિમીના રોડશો માટે એક લાખ કરતાં વધુ લોકોએ નામ નોંધાવ્યું છે. ભારતીય સંસ્કૃતિની ઝલક દુનિયાને દેખાડવાની ઉત્તમ તક #Ahmedabad માટે.”
-
#MaruAmdavad says #NamasteTrump#IndiaRoadShow is getting bigger & bigger 🇮🇳🇮🇳🇮🇳
— Vijay Nehra (@vnehra) February 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
More than 1 lakh participants already confirmed for the 22 km roadshow
Great opportunity for #Ahmedabad to present Indian Culture to the World
Keep following @AmdavadAMC for more details https://t.co/xcJJbwgUE7
">#MaruAmdavad says #NamasteTrump#IndiaRoadShow is getting bigger & bigger 🇮🇳🇮🇳🇮🇳
— Vijay Nehra (@vnehra) February 16, 2020
More than 1 lakh participants already confirmed for the 22 km roadshow
Great opportunity for #Ahmedabad to present Indian Culture to the World
Keep following @AmdavadAMC for more details https://t.co/xcJJbwgUE7#MaruAmdavad says #NamasteTrump#IndiaRoadShow is getting bigger & bigger 🇮🇳🇮🇳🇮🇳
— Vijay Nehra (@vnehra) February 16, 2020
More than 1 lakh participants already confirmed for the 22 km roadshow
Great opportunity for #Ahmedabad to present Indian Culture to the World
Keep following @AmdavadAMC for more details https://t.co/xcJJbwgUE7
-
#नमस्तेट्रंप#NamasteTrump pic.twitter.com/ZjEvkdIuhF
— AMC (@AmdavadAMC) February 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#नमस्तेट्रंप#NamasteTrump pic.twitter.com/ZjEvkdIuhF
— AMC (@AmdavadAMC) February 16, 2020#नमस्तेट्रंप#NamasteTrump pic.twitter.com/ZjEvkdIuhF
— AMC (@AmdavadAMC) February 16, 2020
અમદાવાદમાં આગમન સાથે ત્રણ કલાકનો કાર્યક્રમ ગોઠવાયો છે. તેમાં સાબરમતી આશ્રમની મુલાકાત અને તેની પાછળ રિવરફ્રન્ટનો નજારો અમેરિકન પ્રમુખ અને તેમના કાફલાને જોવા મળશે. બાદમાં રોડશો સાથે બંને નેતાઓ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પહોંચશે, જ્યાં એક લાખથી વધુની મેદનીને સંબોધન કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમ પાસે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની ક્લબ ખાતે ભોજન અને મહેમાનોને થોડો આરામ અપાશે. મોટેરા સ્ટેડિયમનનો ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ ભારતીય સમુદાયે હ્યુસ્ટનમાં આયોજિત કરેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમ કરતાંય ભવ્ય બનાવવાનું આયોજન છે. તે વખતે ઇતિહાસમાં પ્રથમવાર જાહેરસભામાં અમેરિકાના પ્રમુખ ભારતના વડા પ્રધાન સાથે હાજર રહ્યા હતા.
બાદમાં ટ્રમ્પ અને મેલાનિયા આગ્રા જવા રવાના થશે, જ્યાં તેમનું સ્વાગત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ કરશે. ઐતિહાસિક તાજમહલ જોયા પછી દંપતિ દિલ્હી જવા રવાના થશે. 25 તારીખે સત્તાવાર રીતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સેરિમોનિયલ સ્વાગત થશે, રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ થશે અને હૈદરાબાદ હાઉસ ખાતે સત્તાવાર વાટાઘાટો થશે. પ્રતિનિધિમંડળો વચ્ચેની વાતચીત પણ ત્યાં યોજાશે.
બપોરનો ભોજન સમારંભ તથા અન્ય નેતાઓ સાથેની સૌજન્ય મુલાકાત પણ હૈદરાબાદ હાઉસ ખાતે યોજાશે. અમેરિકન એમ્બેસી ખાતે સાંજે 'મીટ એન્ડ ગ્રીટ' કાર્યક્રમ યોજાશે અને વૉશિંગ્ટન જવા રવાના થતા પહેલાં ભોજન સમારંભ યોજાશે.
બંને નેતાઓ પત્રકારો સમક્ષ નિવેદન આપશે, પરંતુ બાદમાં અમેરિકા અને ભારતના પત્રકારો તરફથી એકાદ બે સવાલો બંને નેતાઓ લેશે ખરા તે હજી નક્કી થયું નથી.
સત્તાવારા વાટાઘાટો બાદ ટ્રમ્પ અમેરિકામાં રોજગારી ઊભી કરનારી ભારતની કેટલીક અગ્રણી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે. અલગથી રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન પણ થયું છે, જેમાં ઉદ્યોગના પ્રતિનિધિઓ તથા સીઆઈઆઈ, અનંતા એસ્પેન અને USIBC સહિતની થિન્કટેન્કના અગ્રણીઓ સાથે ચર્ચાઓ થશે. આ બંને નેતાઓની હાજરી સિવાય અલગથી બંને દેશોના ઉદ્યોગ અગ્રણીઓ પણ ભારત તથા અમેરિકાના વેપારને 500 અબજ ડૉલર સુધી પહોંચાડવા માટેની ચર્ચાઓ કરશે.
અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા માટે અલગથી કાર્યક્રમ યોજાશે અને તેઓ દિલ્હી સરકારની કોઈ શાળાની મુલાકાત લે તેવી શક્યતા છે. અરવિંદ કેજરીવાલની સરકારે સરકારી શાળાના શિક્ષણમાં આમૂલ પરિવર્તન કરીને તેના મુદ્દા આધારે ચૂંટણીમાં હાલમાં જ વિજય મેળવ્યો છે, ત્યારે આ પ્રકારની મુલાકાત યોજાઈ રહી છે. તેઓ બાળકો સાથે સંવાદ કરી શકે છે.
ટ્રમ્પના આ પ્રવાસમાં અમેરિકાના વેપાર પ્રતિનિધિ લાઇટિઝર જોડાયા નથી, તેથી વેપારની બાબતમાં સર્વિસને છોડીને માત્ર ટ્રેડ માટેની કોઈ નાની સમજૂતિ થઈ શકે તેવી શક્યતા પણ રહી નથી. છેલ્લા આઠ મહિનાથી વાટાઘાટો ચાલી રહી છે, પણ તેમાં કૃષિ, ડેરી, અને કોરોનરી સ્ટેન્ટ સહિતના મેડિકલ સાધનોની બાબતમાં મામલો અટકી પડ્યો છે. જાણકાર વર્તુળોનું કહેવું છે કે મુલાકાત દરમિયાન સંરક્ષણ અને ઉર્જા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે મહત્ત્વના કરારો થઈ શકે છે. ભારત અમેરિકા સાથેના વેપારમાં ખાધ ઘટાડવા માગે છે. અગાઉ ભારત માટે દ્વિપક્ષી વેપારમાં 30 અબજ ડૉલરની ખાધ હતી, તે હાલમાં ઘટીને 16 અબજ ડૉલર થઈ છે, પણ ભારત તેમાં હજી વધારે ઘટાડો કરવા માગે છે.
-સ્મિતા શર્મા, નવી દિલ્હી