ઉલ્લેખનીય છે કે, ઘણા સમય પહેલા રાજનૈતિક હિંસા થઇ હતી જેને લઇને ઘણા લોકો મૃત્યુને ભેટ્યા હતા. મળતી માહિતી અનુસાર કાયદા પ્રધાન રતન લાલ નાથના નેતૃત્વમાં ત્રણ સંસદીય સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.
નાથ સિવાય કાયદા વિભાગના પ્રધાન સચિવ ડી.એમ.જમાટિયાન સદસ્ય અને ગૃહ વિભાગના અતિરિક્ત સચિવ દેવેન્દ્ર રિયાંગને સંયોજકના રુપમાં આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
જોકે, 2018ની વિધાનસભા ચૂંટણીમાં હાર મેળવતાની સાથે 25 વર્ષો બાદ સત્તા માંથી બહાર થયેલી કોમ્યુનિસ્ટ પાર્ટીએ આ નિર્ણય પર ચિંતા દાખવી છે. પાર્ટીની રાજય સમિતીના સદસ્ય પબિત્ર કારે જણાવ્યું છે કે, સમિતીની રચના પાર્ટીના સભ્યોને ત્રાસ આપવા માટે કરવામાં આવ્યું છે, તેઓ એક વર્ષમાં થયેલી હિંસક ઘટનાઓની તપાસ નહી કરે.
મહત્વનું છે કે રિયાંગ તરફથી જાહેર કરવામાં આવેલી સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, "રાજય સરકારે તમામ બાબતોની તપાસ કરવાનો નિર્ણય લીધો છે જેમાં ઘણા સમય પહેલા રાજનૈતિક હિંસાને કારણે કેટલાક લોકો મૃત્યુને ભેટ્યા હતા, મૃતકોના પરિજનોએ પણ આ બાબતે તપાસ કરવાની માંગ કરી છે, જેના કારણે કાયદાનો ઉપયોગ કરી આરોપીઓને સજા અપાવી શકાય"