પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત દેશની કોઈ ટ્રાન્સજેન્ડરને ચૂંટણી માટે પ્રિસાઈડિંગ અધિકારી બનાવવામાં આવશે. પટનાની મોનિકા દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર બેન્કર છે. જે કેનરા બેન્કમાં કાર્યરત છે. આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મોનિકા દાસ પ્રિસાઈડિંગ અધિકારી તરીકે એક બૂથની જવાબદારી સંભાળશે.
મતદાન કરવાથી લઈ મૉનિટરિંગ સુધીની જવાબદારી મોનિકા દાસ કરશે. મોનિકાને પ્રિસાઈડિંગ અધિકારી તરીકે 8 ઓક્ટોમ્બરના રોજ પ્રશિક્ષણ આપવામાં આવશે. મોનિકા પહેલા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ટ્રાન્સજેન્ડર રિયા સરકાર પોલિંગ ઓફિસર બનાવવામાં આવી હતી. રિયા સરકારી શાળાની ટીચર છે.
હવે બિહાર વિધાનસભામાં પ્રથમ વખત કોઈ ટ્રાન્સજેન્ડરને પ્રિસાઈડિંગ અધિકારી બનાવવામાં આવી છે. વધુમાં જણાવીએ તો, મોનિકા દાસ પટના વિશ્વવિદ્યાલયમાં લૉમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે.
પ્રિસાઈડિંગ અધિકારીને રીટર્નિંગ ઓફિસરની તમામ સંબંધિત સૂચનાઓ તૈયાર રાખવાની રહેશે. મતદાન મથકના સ્થાન અને તેના માર્ગદર્શન વિશેની બધી માહિતી હોવી આવશ્યક છે. ચૂંટણીને લગતા તમામ રિહર્સલ અને તાલીમ વર્ગોમાં હાજરી આપવી. તેમજ બધા મતદાતાઓની સાથે નિષ્પક્ષ અને સમ્માન સાથે વ્યવહાર કરવામાં આવે તે જરૂરી છે.