આ કેદીઓ પર કોઈ અલગાવવાદી સંગઠનો સાથે જોડાયેલા નથી, નથી તો તેઓ ઘાટીમાં સક્રિય. તેમાંથી જમાત એ ઈસ્લામ, હુર્રિયત અને અન્ય અલગાવવાદી સંગઠનના સભ્યો તથા સમર્થકો છે. જેમાં અમુક સજા કાપી રહ્યા છે તો અમુક પર હજૂ પણ સુનાવણી ચાલુ છે.
કેદીઓ અજાણ-ક્યાં લઈ જાય છે તેની કોઈ જ સૂચના નહોતી
આગરા સેન્ટ્રલ જેલમાં લવાયેલા કેદીઓને આ અંગે કોઈ જ પ્રકારની સૂચના આપવામાં નહોતી આવી. તેઓને તો એરપોર્ટ પરથી જે બસમાં લાવવામાં આવ્યા તેમાં પણ ખાખી રંગના કાપડથી કાચ ઢાંકી દીધા હતાં. કઈ જગ્યાએથી લવાયા છે, તથા ક્યાં રસ્તા પરથી પસાર થયા તે પણ જાણ નહોતી.
શા માટે કરવામાં આવ્યા આગરા શિફ્ટ
જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને હટાવી દેતા જેલમાં રહેલા અલગાવવાદી સંગઠનના કાર્યકરો અને સમર્થકો જેલમાં ઉગ્ર થઈ ગયા હતાં. તેમણે જેલમાં જ આક્રમકતા બતાવવા લાગ્યા હતાં. ત્યાર બાદ જેલ પ્રશાસને કેન્દ્ર સરકાર અને જિલ્લા પ્રશાસનને જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતા લઈ અમુક અલગાવવાદીઓની ઓળખાણ કરી તેમને અલગ રાખવામાં આવ્યા બાદ બાકીના કેદીઓને આગરા શિફ્ટ કરવામાં આવ્યા છે.