નવી દિલ્હીઃ દિવસેને દિવસે ગડગડતા તાપમાનને કારણે ઠંડી પ્રમાણ વધી રહ્યું છે. જેથી સવારના સમયે ઘેરા ધુમ્મસના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પંજાબ, ઉત્તરી રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ધુમ્મસના કારણએ ધૂંધાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યાં લોકો માટે સવારના સમયે બહાર નીકળવું જોખમી બન્યું છે.
ધુમ્મસના કારણે છેલ્લા કેટલાય સમયથી ઉત્તર રેલવે ક્ષેત્રમાં ટ્રેન સેવા ખોરવાઈ રહી છે. જેમાં 22 ટ્રેનો મોડી પડી હતી. તો કેટલીક ફ્લાઈટને પણ ડાયવર્ટ કરવામાં આવી હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આજે સવારે પાંચ કલાકે પટિયાલા, બિકાનેર, ચૂરુ, હિસાર અને ગોરખપુર સહિત પટણામાં 25થી ઓછું અને લખનઉમાં 50 જેટલી વિઝિબિલીટી નોંધાઈ છે.
બીજી તરફ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પણ ધુમ્મસની લપેટમાં જોવા મળી રહ્યું છે. આજે સવારે ન્યૂનતમ 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જેના કારણે રેલવે સેવા પણ ખોરવાતા સ્થાનિકોને ભારે હાલાકીનો વેઠવી પડી રહ્યો છે.