ETV Bharat / bharat

વિશેષ લેખ: મુસ્લિમોના ડરનું દુ:ખદ સપનું

ન્યૂઝ ડેસ્ક: વર્ષ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદનો વિવાદીત ઢાંચો તોડી પડાયા બાદ ઉત્તરપ્રદેશના મુસ્લિમોમાં આ પ્રકારનો વિરોધ જોવા મળ્યો હતો. રાજ્યના 20 જિલ્લાઓમાં એક અઠવાડિયા સુધી વિરોધ અને હિંસક ઘટનાઓ બની હતી. એક ડઝન લોકોએ તેમનો જીવ ગુમાવ્યો હતો અને કરોડોની સંપત્તિનું નુકસાન થયું હતું. ભીડ પર કાબૂ મેળવવા પોલીસને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને વોટર કેનન પાણીનો મારો ચલાવવા ઉપરાંત ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી.

tragic dreams of muslim fear
મુસ્લિમ ડરનું દુ:ખદ સપનું
author img

By

Published : Jan 4, 2020, 5:00 PM IST

Updated : Jan 4, 2020, 8:04 PM IST

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારથી જ ઉત્તર પ્રદેશના મુસ્લિમો શંકાના દાયરામાં જીવી રહ્યા હતા. તેમનો આ ડર ત્યારે વધુ સક્રિય થયો જ્યારે વર્ષ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી. અને હિન્દુત્વનો કટ્ટર ચહેરો ગણાતા યોગી આદિત્યનાથે રાજ્યનું મુખ્ય પ્રધાન પદ સંભાળ્યું. સાથે જ આ ઘટનાએ તેમના ઘા પર મીઠું લગાડવા જેવું કામ કર્યું હતું. ઉપરાંત વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો ભવ્ય વિજય થયો.

આ પછી શ્રેણીબદ્ધ એવા નિર્ણયો લેવાયા જેને મુસ્લિમ વિરોધી ગણવામાં આવ્યા. જેમાં તીન તલાક, જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35 (એ) નાબૂદ કરવા, ગાયને બચાવવા માટેનું અભિયાન અને તેની સાથે સંકળાયેલી રાજ્ય વહીવટની કડકતા અને અયોધ્યા કેસ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સમાવેશ થાય છે. આ બધાએ મુસ્લિમ માનસિકતામાં ભય પેદા કરવાનું કામ કર્યું. આ બધા પર CAA અને NRC પર વિરોધી પક્ષોની શિથિલતાએ તેને વધુ ખરાબ કરવાનું કામ કર્યું.

વહીવટી ઉદાસીનતા અને સૂચનોના અભાવને કારણે સ્થિતિ વધુ ખરાબ થાય છે. લખનઉ સહિત રાજ્યના અન્ય શહેરો જેવા કે, કાનપુર, મેરઠ, રામપુર, મુઝફ્ફરનગર વગેરેમાં ઘણાં દિવસો સુધી અંધાધૂંધીનું વાતાવરણ જોવા મળ્યું હતું.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે, અસામાજીક તત્વોએ તેમની અંગત સંપત્તિથી નુકસાનની ભરપાઈ કરવી પડશે. પરંતુ વાસ્તવિકતા એ હતી કે, અધિકારીઓ અચંભિત હતા અને ભીડ અનિયંત્રિત હતી. પોલીસે આશરે 6 હજાર લોકોને કસ્ટડીમાં લીધા હતા, પરંતુ સ્પષ્ટપણે જોઈએ તો, પોલીસ અને વહીવટી તંત્ર પાસે આ અંગેની આગળ કોઈ યોજના નહોતી. આ બધાની વચ્ચે પોલીસ ચોકીને પણ ટોળાના રોષનો સામનો કરવો પડ્યો હતો.

જમ્મુ-કાશ્મીરની જેમ ઉત્તર પ્રદેશ વહીવટીતંત્રએ ઘણાં શહેરોમાં અઠવાડિયા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી. તેની પાછળનું શું કારણ હતું તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. જેના લીધે નેટ બેન્કિંગ, કાર્ડ ટ્રાન્ઝેક્શન વગેરે નહીં થઈ શકવાને કારણે આશરે રૂપિયા 15 હજાર કરોડનું નુકસાન થયું હતું. એક મોટા અભિયાન દ્વારા લગભગ 19 હજાર 400 સોશિયલ મીડિયા પોસ્ટ ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી અને 93 FIR નોંધીને 124 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

જાણકારોના મંતવ્ય પ્રમાણે ટોળાના ગુસ્સાને પહોંચી વળવા માટે અનુભવી અધિકારીઓની અછતને કારણે રાજ્યની પરિસ્થિતિ કથળી હતી. વર્ષ 1992માં ભીડને કાબૂમાં રાખવાના તેમના અનુભવ માટે જાણીતા તમામ અધિકારીઓ નિવૃત્ત થઈ ગયા છે અને યુવા અધિકારીઓને આવી કોઈ તાલીમ આપવામાં આવી નથી. ભીડને કાબૂ કરવા માટે હાલના દિવસોમાં અધિકારીઓને ફક્ત વીઆઈપી આંદોલન અને રાજકીય રેલીઓ દરમિયાન જ અનુભવ મળે છે.

મુસ્લિમોના આ બેરોકટોક ગુસ્સા પાછળનું કારણ રાષ્ટ્રીય અને રાજ્યના અન્ય પક્ષો દ્વારા આપવામાં આવતું રક્ષણ પણ છે. મુસ્લિમોનું માનવું છે કે, વર્ષ 2002 અને 2012ની સમાજવાદી સરકાર તેમજ વર્ષ 2007ની બસપા સરકારની રચના કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આ જ કારણોસર 19.3 ટકાની વસ્તી સાથે તેઓ સત્તામાં પોતાની ભાગીદારી માની રહ્યા હતા. ત્યારે જ ભાજપે સત્તામાં પરત ફરીને તેમની યોજનાઓનો પર પાણી ફેરવી દીધું. રાજ્યના મુસ્લિમોની વર્તમાન પરિસ્થિતિ જોતાં એમ કહેવું ખોટું નથી કે, આગામી દિવસોમાં યોગી આદિત્યનાથ અને રાજ્ય સરકારને મુસ્લિમ સમાજના વિરોધનો સામનો કરવો પડી શકે છે.

(લેખક: દિલિપ અવસ્થી, વરિષ્ઠ પત્રકાર)

Intro:Body:

for special story

Conclusion:
Last Updated : Jan 4, 2020, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.