ETV Bharat / bharat

TOP NEWS @ 4 PM : વાંચો બપોરે 4 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

author img

By

Published : May 11, 2020, 4:21 PM IST

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
ટોપ ન્યૂઝ

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે કે નહી તેના પર પ્રશ્નાર્થ સર્જાયો છે. પણ કેન્દ્ર સરકારે ઓડિશાના પુરીમાંથી નીકળતી જગન્નાથજીની રથયાત્રા માટે રથના નિર્માણને લીલીઝંડી આપી દીધી છે પણ કેટલાક નિયમોના પાલન કરવાના રહેશે. ત્યારે હવે આપણને એમ થાય કે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદથી નિકળે છે, તે રથયાત્રા નિકળશે કે કેમ તે સવાલ સૌ કોઇના મનમાં હતો. ત્યારે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું છે કે રથયાત્રા તો નીકળશે, પરંતુ તેમાં મંદિરના પૂજારી જ રહેશે.

બાર જ્યોર્તિલિંગમાંની પ્રથમ એવા સોમનાથ મહાદેવ મંદિરના “70”માં પ્રાણપ્રતિષ્ઠાદિન નિમીતે સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રી સોમનાથ મહાદેવની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી.

અમદાવાદ અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે તેવા દાવા તંત્ર દ્વારા કરવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં 10મી મે સુધીમાં ફુલ 381 દર્દીઓના મોત નીપજ્યાં છે. જે દેશભરમાં થયેલા કુલ મોતના 17 ટકા જેટલા થાય છે.

હીરા ઉદ્યોગ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હોંગકોંગ બાદ બેલ્જીયમના એન્ટવર્પની 600 જેટલી હીરાની ઓફિસો શરૂ થવા જઈ રહી છે. હોંગકોંગ બાદ આજથી બેલ્જીયમનું માર્કેટ પણ કાર્યરત થયું છે.

કોરોનાની મહામારીમાં અમદાવાદની કોવિડ હોસ્પિટલમાંથી મૃતક મહિલાનાની ચીજવસ્તુઓ ગુમ થયાનો કિસ્સો સામે આવ્યો છે. 54 વર્ષીય મહિલાનું મૃત્યુ થતા તેમણે પહેરેલા ચેન, નાકની બુટી, મોબાઈલ જેવી વસ્તુઓ ગુમ થતા મહિલાના પતિ દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોરોના વાઇરસની મહામારીને પગલે દેશમાં લોકડાઉન છે. ત્યારે હાલમાં સમગ્ર દેશમાંથી રાજ્ય સરકાર પરપ્રાંતીયોને પોતાના વતન મોકલવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી રહી છે. આ વચ્ચે જામનગર શહેરમાંથી વધુ એક ટ્રેનને ઉત્તરપ્રદેશ રવાના કરાઇ છે.

ઓમાનની ખાડીમાં થઇ રહેલા સૈન્ય અભ્યાસ દરમિયાન ઇરાન દ્વારા છોડવામાં આવેલી એક મિસાઇલ પોતાના જહાજ પર જ પડી હતી, જેમાં એક નાવિકનું મોત થયું છે અને અન્ય એક ઇજાગ્રસ્ત છે.

મુંબઇઃ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ ગત્ત શનિવારે છાતીમાં દુઃખાવાને લીધે અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા છે. આ વચ્ચે બૉલિવૂડ એક્ટર અનુપમ ખેરે તેમના જલ્દી સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરી હતી.

આ વર્ષે રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત પાર્થ બંસલે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ તે માટે મશીન બનાવ્યું છે. નોઇડાનો પાર્થ બંસલ કે જે 12મા ધોરણનો વિદ્યાર્થી છે તેણે એક અલ્ટ્રાસોનિક સેન્સર મશીન બનાવ્યું છે. જેને હાથમાં પહેર્યા બાદ કોઇ વ્યક્તિના એક મીટરના અંતરમાં જો કોઇ બીજી વ્યક્તિ આવે તો તરત જ એલાર્મ વાગશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે.

પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી અને મનીલોન્ડરીંગના કેસમાં આરોપી નીરવ મોદીએ ભારત સાથે પ્રત્યાર્પણનો કેસ લડી રહ્યો છે. નીરવના પ્રત્યર્પણને લઇને બ્રિટનની કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.

અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝંઝીરને સોમવારે 47 વર્ષ પૂર્ણ થયા છે. આ ખાસ અવસર પર અભિનેતાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મનું એક પોસ્ટર શેર કર્યું હતું. જેમાં તેની સાથે શેરખાનનો રોલ પ્લે કરનારા પ્રાણ સાહેબ પણ જોવા મળી રહ્યા છે. આ પોસ્ટની સાથે અભિનેતાએ કેપ્શનમાં લખ્યું કે, 'ઝંઝીરના 47 વર્ષ...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.