અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે સમગ્ર દુનિયા મુશ્કેલીમાં છે, ત્યારે લોકોને કોરોના વાઇરથી કઇ રીતે છુટકારો મેળવવો તે બાબતે ETV BHARATએ સ્વામી આધ્યાત્માનંદજી સાથે ખાસ વાતચિત કરી હતી અને કોરોના વાઇરસની મહામારીમાં યોગાભ્યાસ કરીને કઇ રીતે કોરોના ભગાડી શકાય તે વિશે માહિતી આપી હતી.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી મંગળવારે ડિબ્રુગઢ, બેંગ્લોર અને બિલાસપુર જવા માટે 3 વિશેષ ટ્રેનો ઉપડશે. દેશવ્યાપી લોકડાઉનને કારણે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ સ્થગિત થયાના લગભગ 50 દિવસ પછી ફરી રેલવે સેવા શરૂ કરવામાં આવી છે.
કોરોના વાઈરસ અંગે ચર્ચા વિમર્શ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યથી બેઠક કરી હતી. જેમાં મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતો.
હવાઈ યાત્રા કરવા ઈચ્છતા લોકો માટે 'આરોગ્ય સેતુ' મોબાઈલ એપ્લિકેશન ફરજિયાત કરવામાં આવે તેવી શક્યતા છે. 'આરોગ્ય સેતુ' મોબાઈલ એપ્લિકેશન યુઝરને કોવિડ-19નું જોખમ ઓછું રહે છે કે, કેમ આ એપ કોરોનાના લક્ષણો ઓળખવામાં મદદ કરે છે.
ગુજરાતમાં કોરોના સિવાયની અન્ય બીમારીઓની સારવાર માટે હોસ્પિટલ જતાં લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો રિટ દાખલ કરી રાજ્ય સરકારને નોટિસ પાઠવી 14મી એપ્રિલ સુધી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
કોરોના વાઇરસના કહેરને કારણે ફસાયેલા શ્રમિકોને પોતાના વતન રવાના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ થઈ રહ્યું છે.
સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે, ત્યારે રાજ્યમાં અમરેલી એક માત્ર જિલ્લો એવો છે. જ્યાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ સુરત અને અમદાવાદથી આવતા લોકોને કારણે અમરેલી જિલ્લામાં કોરોનાના સંક્રમણનો ભય વધ્યો છે.
સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ સૈન્યના કમાન્ડના વડા લેફ્ટન્ટ જનરલ આર પી સિંઘે સોમવારે આંતરરાષ્ટ્રીય સરહદ (આઈબી) ની આગળના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાન સાથેની સરહદની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
નાસિકમાં કોરોના વાઈરસના કુલ કેસોની સંખ્યા 689 પર પહોંચી ગઈ છે, જેમાં સોમવારે વધુ 18 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ અગાઉ મૃત્યુ પામેલા 5 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. નાસિકમાં મૃત્યુઆંક 33 પર પહોંચી ગયો છે.
ચાયબાસા પશ્ચિમ સિંઘભૂમ જિલ્લાના ચક્રધારપુર પેટા વિભાગના મુખ્ય મથક હેઠળ નક્સલ પ્રભાવિત ટોકલો પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા ગુનેગારોએ ઝાડમાં બોમ્બ છુપાવ્યો હતો. 4 વર્ષની બાળકી રમતા-રમતા આ બોમ્બ હાથમાં લેતા બોમ્બ ફૂટતા મોત નિપજ્યુ હતુ.