ETV Bharat / bharat

TOP NEWS @9 PM : વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top news
મુખ્ય સમાચાર
author img

By

Published : May 13, 2020, 9:00 PM IST

નાણાં પ્રધાન નિર્મલા સિતારમને ગત વર્ષના બધા કરદાતાઓ માટે ટેક્ષ રિર્ટન ફાઈલ કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે.

રાજકોટ: ભારતમાં કોરોના વાઇરસના હાહાકારને કારણે ઘણી આર્થિક મુશ્કેલીઓ ઉભી થઇ છે. જેને લઈને ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ પેકેજને લઈને બુધવારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્માલા રમણ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં વિશેષ પેકેજમાંથી કયા સેક્ટરને કેટલા નાણાં આપવામાં આવ્યા છે, તે અંગેની માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને દેશના MSME સેક્ટર માટે ગેરંટી વગરની લોન સાથે વ્યાજમાં માફી તેમજ નાના કર્મચારીઓ માટે PFમાં રાહત જેવી જાહેરાત કરવામાં આવી છે. જેનો સીધો જ ફાયદો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને થશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગુરુવારથી નાના અને મધ્યમ ઉદ્યોગોને શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને ETV BHARAT સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય રાજુ જુંજાએ ખાસ વાતચીત કરી હતી.

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે રેડ ઝોન અને કન્ટેનમેન્ટ ઝોનના વિસ્તારોમાં લોકોની અવરજવર પર દેખરેખ રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે. હાઈડ્રોજન ગેસ બલૂન જે અત્યાધુનિક કેમેરા ધરાવતું હશે તેનાથી સંવેદનશીલ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓ સતત નજર રાખી શકશે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમને 20 લાખ કરોડના રાહત પેકેજની વિશેષ માહિતી આપી હતી. આ અંગે સીતારમને બુધવારે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સમાજના અનેક વર્ગ સાથે ચર્ચા કર્યા બાદ આ પેકેજનું વિઝન દેશ સામે રજૂ કર્યું છે. અમારી સરકારનું લક્ષ્ય આત્મનિર્ભર ભારતનું છે.

સુરત : નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આજે બુધવારે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ખાસ કરીને MSME ઉદ્યોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ અને MSME ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતો સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આજે બુધવારે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને ધ્યાને રાખીને અને પાંચ પિલરનો આધાર રાખીને પેકેજ જાહેર કર્યું છે. એમએસએમઈ, એનબીએફસી, વીજળી કંપનીઓ, રીઅલ એસ્ટેટ, ઈપીએફ, કોન્ટ્રાક્ટરો, ટેક્સ જેવા વિવિધ સેકટરમાં છૂટછાટની જાહેરાત કરી છે.

નવી દિલ્હી: ભારતીય સેના ત્રણ વર્ષ માટે સામાન્ય નાગરિકોને સૈન્યમાં જોડાવાના પ્રસ્તાવનો અભ્યાસ કરી રહી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

વર્ષ 2017 ધોળકા વિધાનસભાની જીતમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારતાં ગુજરાત હાઇકોર્ટે કાયદાપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને રદ જાહેર કરતા બુધવારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્પીકરને પત્ર લખી ધોળકા બેઠકને ખાલી જાહેર કરવા માગ કરી છે.

ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની 327 મતોથી ઘોળકા વિધાનસભા બેઠક પરથી જીત થઇ હતી. જેને કોગ્રેસ ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં પડકારી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો નિર્ણય આપ્યો છે. ત્યારે આજે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે.

નવી દિલ્હીઃ આ વર્ષે ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી અર્જુન અવોર્ડ માટે ભારતના બોલર જસપ્રીત બુમરાહનું નામ નોમિનેટ થઈ શકે છે. ગત વર્ષે વરિષ્ઠતાને લીધે બુમરાહ રવિન્દ્ર જાડેજાથી પાછળ રહી ગયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.