ગુરૂવારના મોટા સમાચારો
આજના મુખ્ય સમાચાર
- લોહીના બદલે આઝાદી દેવાનું વચન આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 123ની જન્મ જયંતી.
- દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ, ગૃહપ્રધાન અમિત શાહ આજે દિલ્હીમાં 2 રેલી સંબોધશે.
- નિર્ભયાના આરોપીઓની ફાંસીની સજામાં થઈ રહેલા વિલંબથી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું, દયા અરજી બાદ તુરંત 7 દિવસમાં આરોપીઓને ફાંસી થવી જોઈએ.
- જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરવાના કેન્દ્રના નિર્ણય પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
- મણિપુરમાં આજે વહેલી સવારે ઇમ્ફાલ પશ્ચિમમાં નાગામાપાલ રિમ્સ માર્ગ પર એક ઇમ્પ્રુવાઈઝ્ડ વિસ્ફોટક ડિવાઇસ (IED) વિસ્ફોટ થયો હતો.
- દાવોસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કરતા ચીન પર આક્ષેપ કર્યા હતા. કહ્યું- અમેરિકા સાથે ચીન સારો વ્યવહાર નથી કરતું. આ સાથે જ ટ્રમ્પે કહ્યું ભારત અને ચીને વિકાશશીલ દેશ હોવાનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો છે, જ્યારે અમેરિકા પણ વિકાશશીલ દેશ છે, પરંતુ અમને (અમેરિકાને) વિકાશશીલ દેશ તરીકે જોવાતો જ નથી.
- બોલિવૂડના નાનાએ એક કાર્યક્રમમાં મોટો ખુલાસો કરતા કહ્યું, અંડરવલ્ડ ડોન માન્યા સુર્વે મારો પિતરાઇ ભાઇ હતો.
- નિર્ભયાના આરોપીઓને માફી આપવાની સલાહ કરતા ઈન્દિરા જયસિંહ પર બોલિવૂડ ક્વીન કંગના રનૌતે પ્રહાર કરતા કહ્યું, ઈન્દિરા જેવી મહિલાઓ જ બલાત્કારીઓને જન્મ આપે છે.
- નસીરૂદીને અનુપમ ખેરને જોકર કહેતા ખેરે જવાબ આપતા કહ્યું, અમુક પદાર્થોના સેવનના કારણે નસીરૂદીનને સાચા ખોટાની સમજણ નથી પડતી તેમને પોતાનું આખુ જીવન નીરસ થઈને વિતાવ્યું.
- આવતી કાલથી શરૂ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સીરિઝનો જંગ.