હિંદી અને ઉર્દુના મહાન લેખકમાંથી એક એવા મુનશી પ્રેમચંદને શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયએ 'નવલકથા સમ્રાટ' તરીકે સંબોધન કર્યું હતું. પ્રેમચંદે એક એવી પરંપરાનો વિકાસ કર્યો જેમણે સમગ્ર સદી માટે સાહિત્ય માર્ગદર્શનનું કામ કર્યુ. સાહિત્યની વાસ્તવિક પરંપરાનો પાયો નાખનાર પ્રેમચંદનું લેખન હિન્દી સાહિત્યનો એક એવો વારસો છે, જે હિન્દીના વિકાસની યાત્રાને પૂર્ણતા અર્પે છે.
દુનિયાના ઈતિહાસમાં 8 ઓક્ટોબરની તારીક કંઈક આવી રીતે નોંધાયેલી છે તો જાણો વિગતે...
1919: ગાંધીજીની યંગ ઈંડિયા પત્રિકાની શરુઆત
1932: રોયલ ઈંડિયન એર ફોર્સ અસ્તિત્વમાં આવી
1936: હિંદી અને ઉર્દું સાહિત્યમાં પોતાની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓથી સાહિત્યને સમૃદ્ધ બનાવનારા મુનશી પ્રેમચંદનું નિધન.
1952: હૈરોમાં ત્રણ ટ્રેન અથડાવાને કારણે અંદાજે 85 લોકોના મોત. આ ઘટનાને બ્રિટનમાં સૌથી ખરાબ રેલ્વે અકસ્માત માનવામાં આવે છે.
1957: ઉત્તર પશ્વિમી ઈંગ્લેંન્ડમાં વિન્ડસ્કેલ એટોમિક ઇન્સ્ટિટ્યૂટમાં આગને કારણે 16 કલાકમાં 10 ટન રેડિયોધર્મી બળતણ ઓગળી ગયા.
1967: ક્યુબાની ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર દક્ષિણ અમેરિકામાં નેતા ચે ગૂવેરાને બોલિવિયાની સેનાએ પકડ્યો હતો અને બાદમાં તે માર્યો ગયો હતો.
1979: દેશમાં કોંગ્રેસ અને વિશેષ રુપે ઈંદિરા ગાંધી વિરુદ્ધ શંખનાદ કરનાર જયપ્રકાશ નારાયણનું નિધન
2001: ઇટલીમાં ત્રીસ વર્ષનો સૌથી ભયંકર અકસ્માત, એક વાહન મિલાનના લિનાતે એરપોર્ટ પર ઉડાન માટે તૈયાર વિમાન સાથે અથડાયું, જેના કારણે વિમાનમાં વિસ્ફોટ થયો અને 118 લોકો માર્યા ગયા.
2005: પાકિસ્તાનના પશ્વિમી પ્રાંત અને કાશ્મીરમાં આવેલા ભૂકંપમાં અંદાજે 79000 લોકોના મોત
2018: ભારતે જકાર્તા પેરા એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ સહિત કુલ 11 મેડલ જીત્યા.