ETV Bharat / bharat

આજે ધનતેરસ,આજના દિવસે સોનું-ચાંદી ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે - diwali

આજે ધનતેરસનો તહેવાર છે. ધનતેરસના દિવસે વેપારીઓ પોતાના જુના ચોપડાના હિસાબોને પૂર્ણ કરીને નવા ચોપડાનું શારદાપુજન કરે છે. આ દિવસે ભગવાન ઘનવંતરી સાગર મંથનમાંથી પ્રગટ થયા હતા. માટે આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવે છે. ધનતેરસના દિવસે ધાતુઓથી બનેલા વાસણ સોના, ચાંદી ખરીદવાને શુભ માનવામાં આવે છે.

આજે ધનતેરસ,આજના દિવસે સોનું-ચાંદી ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે

author img

By

Published : Nov 12, 2020, 4:30 AM IST

  • આજે ધનતેરસનો તહેવાર
  • આજના દિવસે જુના ચોપડાના હિસાબો પૂર્ણ
  • આજના દિવસે સોના-ચાંદીની ખરીદીને શુભ માનવામાં આવે છે

ન્યુઝ ડેસ્ક: આયુર્વેદના દેવ ધન્વંતરી ભગવાનનો દિવસ એટલે ધનતેરસ, ધનતેરસના દિવસે લોકો લક્ષ્મીજીની પૂજા કરતાં હોય છે. આ ઉપરાંત લોકો ભગવાન વિષ્ણુની પણ પૂજા કરતા હોય છે. ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા-અર્ચના અને આરાધના કરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવા માટે લક્ષ્મીકમલા મંત્રનો પ્રયોગ કરવો જોઈએ. આ મંત્રના કારણે આર્થિક લાભ, નોકરી અને વ્યવસાયમાં પણ ઉન્નતી થાય છે. લક્ષ્મીજીની સાથે ભગવાન કુબેરની પણ પૂજા અર્ચના કરવાથી વેપાર-ધંધામાં સફળતા મળે અને નોકરિયાત વર્ગને પ્રગતી પ્રાપ્ત થાય છે.

લોટમાંથી બનાવેલા દિપક પ્રગટાવવાનું મહત્વ

આજના દિવસે વેપારીઓ પોતાના જુના ચોપડાના હિસાબોને પૂર્ણ કરીને નવા ચોપડાનું શારદાપુજન કરે છે. ત્યારબાદ ત્રણ દિવસ સુધી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નથી થતી અને ત્યાર બાદ નવા વર્ષે નવા ચોપડા ખરીદીને પૈસાની લેવડ દેવડ ચાલુ કરે છે. ધનતેરસના દિવસે ભગવાન વિષ્ણુનો અવતાર એવા ભગવાન ધન્વંતરિની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. હિન્દુ સંસ્કૃતિની વાત કરવામાં આવે તો, ધનતેરસના દિવસે લોટમાંથી બનાવેલા દિપક પ્રગટાવવાનું ખાસ મહત્વ રહેલું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.