વિક્કીનો જન્મ 16 મેં 1988ના રોજ મુંબઇમાં થયો હતો. તેઓએ ગ્રેજ્યુએશનની ડિગ્રી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ ઇન્જિનિયરના રૂપે 2009માં હાંસલ કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
2010માં વિક્કીએ અનુરાગ કશ્યપની ફિલ્મ "ગૈંગ્સ ઓફ વાસેપુર" માં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતુ. નીરજ ધયાવન આ ફિલ્મમાં મદદનીશ ડિરેક્ટર તરીકે હતા. જ્યારે નીરજે તેની ફિલ્મ "મસાન" પર કામ શરુ કર્યુ તો વિક્કીને પણ એક ઓડિશનમાં બોલાવ્યો હતો. ત્યારથી વિક્કીના બોલીવુડ કરીયરની શરૂઆત થઇ હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"મસાન" માં વિક્કીના કામને પસંદ કર્યુ હતુ. વિક્કી તે પહેલા એક શોર્ટ ફિલ્મ "ગીક આઉટ" અને "લવ શવ તે ચિકન ખુરાના" અને "બોમ્બે વેલવેટ" જેવી ફિલ્મોમાં નાની ભૂમિકા ભજવી હતી. કૌશલની બીજી ફિલ્મ "જુબાન", માર્ચ 2016માં રિલીઝ થઇ હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વિક્કીની આગામી ફિલ્મ "રમન રાધવ 2.0", અનુરાગ કશ્યપની એક સાઇકો થ્રિલર હતી. જેમાં તેઓએ નશામાં ધૂત હોય તેવી ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકા નેગેટિવ હતી, પરંતુ દર્શકોએ તેને ધણી પસંદ કરી હતી.
ત્યાર બાદ વિક્કીએ ફિલ્મ "રાજી" થી ધમાલ મચાવી હતી. આ ફિલ્મથી તેને ધણી લોકચાહના મળી હતી. ત્યાર બાદ "સંજુ", "મનમર્જિયા" અને "ઉરી" માં નજર આવ્યો હતો. આ ત્રણેય ફિલ્મોમાં તેની ભૂમિકાને ધણી પ્રશંસા કરી હતી. અને આજે બોલીવુડમાં ટેલેંટેડ એક્ટર્સમાંથી તેને એક ગણવામાં આવે છે. વિક્કીની આવનારી ફિલ્મ હવે "સરદાર ઉદમ સિંહ" છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.