નવી દિલ્હી : કોરોના મહામારીની વચ્ચે દિલ્હી સરકારે ગુરૂવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજધાની દિલ્હીમાં તમાકુ અને તમાકુથી બનતી વસ્તુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણય 1 વર્ષ સુધી અમલમાં મૂકવામાં આવ્યો છે.
દિલ્હી સરકારે જાહેરનામું બહાર પાડ્યું
દિલ્હી સરકારે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામાં અંતર્ગત દિલ્હીમાં એક વર્ષ સુધી ગુટખા ,પાનમસાલા, અને તમાકુ ઉત્પાદનોના ઉત્પાદન, અને વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આમાં તમાકુના બધા ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે પેકેટમાં અથવા ખુલ્લામાં વેચાય છે.
આરોગ્ય વિભાગની ટીમ અને પોલીસ કરશે કાર્યવાહી
તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધને કડક અમલ કરવા માટે દિલ્હી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દરોડા પાડશે. દિલ્હી પહેલા ઝારખંડમાં તમાકુ પેદાશોના વેચાણ, સંગ્રહ, અને વિતરણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.