નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ તમિલનાડુના તૂતીકોરિનમાં પિતા અને પુત્રની કસ્ટડીમાં થયેલી મૃતોના કેસની તપાસ હાથ ધરી હતી. આ મામલે બે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. કેન્દ્રની મંજૂરી બાદ એજન્સીએ આ પગલું ભર્યું હતું. તૂતીકોરિન જિલ્લામાં પોલીસના ત્રાસથી પિતા અને પુત્રના મોત થયા હતા જેની તપાસ માટે CBI ની માગ કરવામાં આવી હતી. જે બાદ તમિલનાડુમાં તપાસ માટે CBI એ એક ટીમ પણ બનાવી છે.
તમિલનાડુના મુખ્ય પ્રધાનના વિનંતી બાદ તપાસ CBIને ટ્રાન્સફર કરવામાં આવી હતી. કેન્દ્રએ જાહેરનામું બહાર પાડ્યાના એક દિવસ બાદ એજન્સીએ કેસ નોંધ્યો હતો. CBIના પ્રવક્તા આર.કે. ગૌરે કહ્યું, "CBI એ તમિલનાડુ સરકારની વિનંતીથી કોવિલપટ્ટી જિલ્લાના બે વેપારીઓની કસ્ટડીમાં મોત મામલે બે કેસ નોંધ્યા છે."અધિકારીએ જણાવ્યું હતું કે, એજન્સીએ તુતીકોરિન જિલ્લાના પોલીસ સ્ટેશન કોવિલપટ્ટીમાં અગાઉ નોંધાયેલા કેસની તપાસ હાથ ધરી છે.
તમિલનાડુ સરકારે ગયા મહિને તપાસને CBIને સોંપવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ મદ્રાસ હાઈકોર્ટના મદુરૈ બેન્ચે CB-CIDને આદેશ આપ્યા હતા કે, જ્યા સુધી કેન્દ્રીય એજન્સી આ મામલાની તપાસ નથી કરી રહે ત્યા સુધી આ તપાસ તેમના દ્વારા કરવામાં આવે.
CB-CIDએ સથાન્કુલમ પોલીસ સ્ટેશનમાં પી.જયરાજ અને તેમના પુત્ર બેનિક્સની કસ્ટડીમાં કથિત મોત કેસમાં ઇન્સ્પેક્ટર સહિત પાંચ પોલીસકર્મીઓની ધરપકડ કરી છે.
જૂન 19ના રોજ, પિતા-પુત્રની પ્રતિબંધના હુકમોનો ઉલ્લધંન કરવાથી ધરપકડ કરવામાં આવી હતી. પિતા અને પુત્ર સેલફોન શોપ ચલાવતા હતા. 22 જૂનના રોજ પોલીસની બર્બરતાને કારણે બેનિક્સનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું અને બીજા જ દિવસે જયરાજનું મોત નીપજ્યું હતું, ત્યારબાદ દેશવ્યાપી આક્રોશ ફેલાયો હતો.