દિલ્હીની તીસરી હજારી કોર્ટમાં ઉન્નાવ રેપ કેસની સુનાવણી હતી. જેમાં કોર્ટે આરોપીની જાણકારી આઇફોન નિર્માતા કંપની પાસે માગી હતી. ત્યારબાદ દુષ્કર્મની ઘટનાના દિવસે આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની લોકોશન સહિતની વિગતોનો રીપોર્ટ 28 સપ્ટેમ્બર સુધી રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 25 સપ્ટેમ્બરના રોજ પીડિતાના અકસ્માતની ઘટનાની તપાસ માટે CBIને 15 દિવસનો સમય આપ્યો હતો. CBIએ કોર્ટને જણાવ્યું હતું કે, પીડિતાના વકીલનું નિવેદન હજુ લેવાયું નથી.
24 સપ્ટેમ્બરના રોજ કૉર્ટે પીડિતાને અને તેના પરિવારને દિલ્હીમાં રહેવા માટે વ્યવસ્થા કરી હતી. કારણ કે, ઉત્તર પ્રદેશ સરકારે જણાવ્યું હતું કે, પીડિતા અને તેનો પરિવાર UPમાં અસલામતીનો અનુભવો થતો હોવાથી તેમને ત્યાં રહેવું નથી, પીડિતાને અને તેના પરિવારને રહેવા માટે દિલ્હીમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ પીડિતાને એમ્સ હૉસ્પિટલમાંથી રજા મળ્યાં બાદ તેને એઈમ્સ હૉટલમાં ખસેડવામાં આવી હતી.