ભારતની લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ પાકિસ્તાન દ્વારા હવાઇમાર્ગ ખુલ્લો મુકવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ આજે ફરી સમયગાળામાં વધારો કરીને ભારત માટે હવાઇ માર્ગ હવે 15 જૂન સુધી બંધ રાખવાની જાહેરાત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને કુઆલાલમ્પુરને છોડીને તમામ માર્ગો 27 માર્ચે ખુલ્લા કરી દીધા હતા. નાગર વિમાન પ્રાધિકરણ દ્વારા ઍરમેન માટે જાહેર કરાયેલા નોટીસ પ્રમાણે ભારત માટે હવાઇમાર્ગે 15 જૂન સવારના 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. ભારત, US જવા માટે સૌથી વધુ આ માર્ગનો ઉપયોગ કરે છે. જ્યારે પાકિસ્તાને 21 મેના રોજ ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ માટે કિર્ગિસ્તાન જવા માટે માર્ગ ખુલ્લો મુક્યો હતો.