જયપુર: SOGની સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન યુનિટે શુક્રવારે ગુજરાતમાં લોકોને ઠગનારા 3 શખ્શોની ધરપકડક કરી હતી. આ શખ્શોએ વિદેશી મહિલાના પાસપોર્ટ અને નકલી ઈ-મેઈલ આઈડી બનાવીને જયપુરના એક વેપારીને બે અલગ-અલગ કંપનીઓમાં સપ્લાયર બનાવવાનો દાવો કર્યો હતો. તેમજ ફીના નામે વેપારી પાસેથી કરોડોની રૂપિયાની છેતરપીંડી કરી હતી.
વેપારીને આરોપી પર શંકા જતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં (SOG) તેની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે SOG ટીમ સમગ્ર મામલાની તપાસ કરી હતી. જેમાં વિદેશી મહિલાના પાસપોર્ટ અને નકલી ઈ-મેઈલ આઈડી બનાવી હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીનું લોકેશન ગુજરાતના અમદાવાદનું મળતા SOG ટીમે અમદાવાદમાં તપાસ કરાવી હતી. જેમાં આરિફ, સાજિદ અને નિઝામુદ્દીન નામના ત્રણ આરોપીની ધરપકડ કરાઈ હતી.
આરોપીની પૂછપરછ કરતાં તેમણે પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું હતું કે, "તેમણે ઑર્ગેનિક સીડ્સ અને બ્રિટૉન લિકિડની ફ્રેન્ચાઈઝી અપાવવાના નામ પર 4 કરોડ 50 લાખ રૂપિયાની છેતરપીંડી કરી હતી."
તપાસ કરતાં આ મામલે વધુ લોકો સંડોવાયેલા હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આરોપીઓની ધરપકડ બાદ જયપુર સ્થિત SOGના કાર્યાલયમાં લાવવામાં આવ્યાં હતા. જ્યાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી.