શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. ત્રાલના ચેવા ઉલ્લાર વિસ્તારમાં આ અથડામણ ગુરુવાર સાંજથી શરુ થઇ હતી, જે 12 કલાકથી પણ વધુ સમય ચાલી હતી.
આ પહેલા ગુરુવારે સોપોરમાં થયેલી અથડામણમાં પણ સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. ગુરુવારે મળેલી વધુ એક સફળતામાં સુરક્ષાબળોએ બડગામમાં ટેરર મોડ્યુલનો ભાંડો ફોડીને આતંકીઓના પાંચ સહયોગીની ધરપકડ કરી હતી.
વધુમાં જણાવીએ તો જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સુરક્ષાબળ આતંકીઓ વિરૂદ્ધ સતત કાર્યવાહી કરી રહ્યું છે. ગત 17 જૂને ડીઆઇજી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, કાશ્મીર ઘાટીમાં સુરક્ષા માહોલને વધુ સારો બનાવવા માટે આતંકીઓ વિરૂદ્ધ ચાલી રહેલા અભિયાનને તેજ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 17 દિવસોમાં 27 આતંકવાદીઓ માર્યા ગયા છે.
જમ્મુ-કાશ્મીરથી મહંમદ ઝુલ્કારનાઈન ઝુલ્ફીનો અહેવાલ