બોબડે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય જસ્ટિસ બાદ વરિષ્ઠ જસ્ટિસ છે અને પેનલની રચના મંગળવારે કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર જસ્ટિસ એન.વી રમણ અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીના આરાપોની તપાસ કરવાની જવાબદારી સોપવામાં આવી છે.
ચીફ જસ્ટિસ દ્ધારા સુપ્રીમ કોર્ટની એક પૂર્વ કર્મચારીના કથિત જાતીય સતામણીના વિશે રિપોર્ટ 20 એપ્રિલે પ્રકાશિત કરવામાં આવી છે. આરોપાને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ ફરિયાદના મામલામાં વિસ્તારથી ચર્ચા કરી.
સુપ્રીમ કોર્ટના વકીલ સંઘે સોમવારે મામલાને નિષ્પક્ષ તપાસને લઇને જરૂરી પગલા લેવા માટે એક ફુલ કોર્ટની રચના કરવાની માંગ કરી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડીયે સુપ્રીમ કોર્ટના એક પૂર્વ જૂનિયર મહિલા કર્મચારીએ 22 જસ્ટિસને લેખિતમાં ફરિયાદ કરીને આરોપ લગાવ્યો કે મુખ્ય જસ્ટિસે ઓક્ટોબર 2018માં તેમની જાતીય સતામણી કરી હતી. 20 એપ્રિલે સુપ્રીમ કોર્ટે આ મામલા પર તાત્કાલિક વિશેષ સુનાવણી કરી અને એક વિશેષ પીઠની રચના કરી જેમાં મુખ્ય જસ્ટિસ સામેલ છે.