ચિત્રકૂટ: જિલ્લાની માનિકપુર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે 8 મોટર સાયકલ સાથે ત્રણ આંતરરાજ્ય વાહન ચોરોની ધરપકડ કરી છે. આ 3 ચોરના સાથી 4 આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપીઓ જુદા જુદા રાજ્યો અને જિલ્લામાંથી મોટરસાયકલો ચોરી કરીને નકલી દસ્તાવેજો બનાવીને વેચતા હતા.
માણિકપુર પોલીસ સ્ટેશનની પોલીસને બાતમી મળી હતી કે, આંતરરાષ્ટ્રીય વાહન ચોરની ટોળકી કેટલાક દિવસોથી ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં બહારથી ચોરી કરેલા વાહનોનું વેચાણ કરી રહી છે, જેમાં ફતેહપુર, કૌશંબી, કાનપુર, મધ્યપ્રદેશના જનપદના કટની,રીવા અને ગુજરાતના અમદાવાદ જિલ્લામાંથી વાહનોની ચોરી કરવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે ચોર ગેંગ સરૈયા રાજાપુર માર્ગ ભીમરાવ આંબેડકર સ્કૂલ નજીક પસાર થવા જઇ રહી છે. માણિકપુર પોલીસ તેમની ટીમ સાથે પહેલા ત્યાં પહોંચી ગઈ હતી અને વાહન ચોર ગેંગની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ચોરેલી 8 બાઇક પણ મળી આવી હતી.
જ્યારે આ ગેંગના 4 સાથીઓ ભાગવામાં સફળ રહ્યા છે. ફરાર ચોરોને પકડવા પોલીસે ચક્રોગતીમાન કર્યા છે.