ETV Bharat / bharat

હેવાનિયતે હદ વટાવી, બિહારમાં ત્રણ બાળકોને થાંભલા સાથે બાંધી માર મરાયો... - sahebganj

બિહારમાં મુઝફ્ફરપુરના સાહેબગંજમાં ચોરીના આરોપમાં ત્રણ માસૂમ બાળકોને હેવાનો દ્વારા ક્રૂરતાથી માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પીડિત બાળકના પિતા બાલદેવ રાયે ગામના 6 લોકો વિરૂદ્ધ સાહેબગંજ પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી છે. જેની નોંધ લઇ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

મુઝફ્ફરપુર
મુઝફ્ફરપુર
author img

By

Published : Jul 11, 2020, 7:34 AM IST

મુઝફ્ફરપુર : જિલ્લાના સાહેબગંજના હુસપુર ગામમાં ચોરીના આરોપમાં ત્રણ માસૂમ બાળકોને હેવાનોએ ક્રૂરતાથી માર માર્યો હતો. જેમાં બાળકોને થાંભલા સાથે બાંધી દીધા હતા અને કલાકો સુધી માર મારવામાં આવ્યો હતો. હવે આ માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો.

વીડિયો વાયરલ થયા બાદ પીડિત બાળકના પિતા બાલદેવ રાયે ગામના 6 લોકો વિરૂદ્ધ સાહેબગંજ પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી છે. જેની નોંધ લઇ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. આ ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, ચોરીના આરોપમાં માસૂમ બાળકોને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો.

માર માર્યા પછી પણ આ ક્રૂર લોકોએ બાળકોને સિગારેટ અને મીણબત્તીઓથી પણ ડામ દેવાયા હતાં. બાદમાં ગામ લોકોની જાજીજી પર આ બાળકોને હેવાનો પાસેથી છૂટા કરવામાં આવ્યાં હતા, ત્યારે હવે બાળકોની તસવીર વાયરલ થયા બાદ સ્થાનિક પ્રશાસને પણ આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.