શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં વોટ્સએપના શંકાસ્પદ ઉપયોગ માટે સુરક્ષા દળો દ્વારા સેનાના પોર્ટર તરીકે કાર્યરત ત્રણ સ્થાનિક લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, પૂંછ જિલ્લાના ત્રણ લોકો જે સૈન્યમાં પોર્ટર્સ તરીકે કામ કરતા હતા તેમની અટકાયત કરવામાં આવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, 'નિયમિત સર્વેલન્સ દરમિયાન આ લોકો શંકાસ્પદ રીતે વોટ્સએપનો ઉપયોગ કરતા મળી આવ્યા હતા. તેમનો વોટ્સએપનો ઉપયોગ 'સંવેદનશીલ' માનવામાં આવી રહ્યો છે. આ લોકો જે ગ્રુપમાં જોડાયેલા છે તેનાથી શંકાઓ વધી છે. પકડાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે, હજી સુધી કંઈ સામે આવ્યું નથી.