ETV Bharat / bharat

કોવિડ-19નો જીવલેણ કચરો - પેટ્રોલિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા

ઘન-રાસાયણિક કચરો પર્યાવરણને નુકસાનકારક છે, તેની સાથે પ્લાસ્ટિકનો કચરો કેટલાંયે વર્ષોથી પરિસ્થિતિને વધુ ભયાનક બનાવી રહ્યો છે. સાત અબજ કરતાં ઓછી વસ્તી ધરાવતા ફક્ત યુનાઈટેડ કિંગ્ડમમાં જ જો એક વ્યક્તિ એક વર્ષ માટે દરરોજ એક માસ્ક પહેરીને ફેંકી દે તો અંદાજે 66,000 ટન કચરો એકઠો થાય....

ETV BHARAT
કોવિડ-19નો જીવલેણ કચરો
author img

By

Published : Aug 15, 2020, 11:01 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ઘન-રાસાયણિક કચરો પર્યાવરણને નુકસાનકારક છે, તેની સાથે પ્લાસ્ટિકનો કચરો કેટલાંયે વર્ષોથી પરિસ્થિતિને વધુ ભયાનક બનાવી રહ્યો છે. સાત અબજ કરતાં ઓછી વસ્તી ધરાવતા ફક્ત યુનાઈટેડ કિંગ્ડમમાં જ જો એક વ્યક્તિ એક વર્ષ માટે દરરોજ એક માસ્ક પહેરીને ફેંકી દે તો અંદાજે 66,000 ટન કચરો એકઠો થાય....

આ આંકડા કોવિડ-19 મહામારીને પગલે કઈ હદ સુધીના પડકારો ઊભા થશે, તે દર્શાવે છે. ધ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તાજેતરમાં જ જાહેર કર્યું છે કે દેશમાં કોવિડને કારણે દરરોજ 700 મેટ્રિક ટનથી વધુનો બાયોમેડિકલ કચરો પેદા થઈ રહ્યો છે. ટ્રિબ્યુનલે રાજ્યોને આ બાબતે તાત્કાલિક ઉચિત પગલાં લેવા જણાવ્યું છે. તેલંગાણા પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે પોલીસ ડિપાર્ટમેન્ટને કોવિડનો કચરો લઈને જતાં વાહનોને નહીં રોકવાની વિનંતી કરી છે. તેણે એવી ચેતવણી પણ આપી છે કે આ કચરાનો જો 48 કલાકની અંદર નિકાલ કરવામાં ન આવે તો વાયરસ હવા દ્વારા પ્રસરીને મોટું જોખમ સર્જે તેવી સંભાવના છે. કચરો સળગાવવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં જમીની હકીકતો વધુ ભયાનક છે. દેશભરમાં 84,000થી વધુ હોસ્પિટલો છે, પરંતુ કચરાના નિકાલની પોતાની અલાયદી સવલત ધરાવતી હોસ્પિટલોની સંખ્યા 200 કરતા પણ ઓછી છે.

હોસ્પિટલો ઉપરાંત કેટલાક દર્દીઓ આઈસોલેશનમાં ઘરે સારવાર લઈ રહ્યા છે. ક્ષેત્રિય અહેવાલો મુજબ, તેમના દ્વારા વપરાતાં હાથમોજાં, સિરિંજ વગેરેને એકત્ર કરવાની અને તેનો નિકાલ કરવાની અલાયદી વ્યવસ્થાના અભાવે આ બાયોમેડિકલ કચરો ઘરેલુ કચરા સાથે ભેગો થઈ રહ્યો છે. જો કોરોના વાયરસની પ્રતિકારાત્મક રસી ઉપલબ્ધ બને અને કોરોના ઉપર નિયંત્ર શક્ય બને તો કોવિડના કચરાનું પ્રમાણ આપોઆપ જ ઘટશે. પરંતુ તેનાથી મૂળ સમસ્યા ઉકેલાતી નથી. દેશમાં દર વર્ષે 6.2 કરોડ ટન કચરો એકઠો થાય છે, જેમાંથી 4.5 કરોડ ટન કચરો કોઈ પ્રક્રિયા વિના ઉકરડામાં ઠલવાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ આ જીવલેણ કરચાના જોખમ સામે લડવા માટે અસરકારક પગલાં લેવાં જોઈએ.

જળસ્ત્રોતોમાં પ્લાસ્ટિકના કચરાને કારણે સેંકડો સમુદ્રી જીવો મોતને ઘાટ ઉતરી રહ્યાં છે, ગલીઓમાં ફેંકાયેલી પ્લાસ્ટિકની થેલીઓ ખાઈને અનેક પ્રાણીઓ અને ઢોરઢાંખર રિબાઈ-રિબાઈને મરી રહ્યાં છે, તમામ સ્થળોએ મોટા પ્રમાણમાં નકામો કચરો એકઠો થઈ રહ્યો છે, જેના પરિણામે ભારે પૂર આવે છે. આ બધી દેશમાં પ્લાસ્ટિકના કચરાના આડેધડ નિકાલની ખરાબ અસરો છે. પ્લાસ્ટિકના કચરાના ઉપયોગ અને તેને રિસાયકલ કરવા ઉપર પ્રતિબંધ લાદીને ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, સ્વીડન અને આયર્લેન્ડ કચરાના નિયંત્રણમાં ઘણી સારી પ્રગતિ હાંસલ કરી રહ્યાં છે. જાપાન, પ્લાસ્ટિક ઉત્પાદનોના ત્રીજા ભાગને રિસાયકલ અને રિ-યુઝ કરીને આ મહામારી સામે લડવાનો નવો ચીલો ચાતરી રહ્યો છે. પ્લાસ્ટિકનો કચરો ઓગાળી અને તેને કન્વર્ટ કરીને ફેસ માસ્કના ઉત્પાદકો કાચા માલ તરીકે વાપરી શકે તે માટે યુગાન્ડાએ કોવિડના પડકારને કમાણીની તકમાં પરિવર્તિત કરી લીધો છે. સ્કોટલેન્ડ જેવા દેશોએ કચરામાંથી મજબૂત રસ્તાઓ બાંધવાની નવી ટેકનોલોજી વિકસાવી છે. સિંગાપોરે બાંધકામ ક્ષેત્રના 98 ટકા કચરાને રિસાયકલ કરીને વિશ્વને આશ્ચર્યચકિત કર્યું છે અને આપણા દેશે શું કર્યું છે ?

પેટ્રોલિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (આઈઆઈપી)એ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેલંગાણા સરકારે તાજેતરમાં શહેરી કચરામાંથી ગામડાંઓ માટે ફર્ટિલાઈઝર્સ બનાવવાની માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મહિનાના અંતે ભાગ્યનગરમાં કચરામાંથી ઉર્જા ઉત્પાદન માટે વિશેષ વિભાગ શરૂ કરાશે. આવા કચરામાંથી અજવાળું પાથરતા પ્લાન્ટ્સ દેશભરમાં સ્થપાવા જોઈએ. સરકારોએ નવીનીકરણીય સંસાધાનો ઉપર વિશેષ ભાર મૂકીને પાણી અને હવાના સંરક્ષણ - જતન માટે નાગરિકોને જાગૃત કરતી વ્યૂરચનાઓ દાખલ કરવી જોઈએ. આવતીકાલની યુવા પેઢીમાં સામાજિક જાગરુકતા જગવવા માટે સંશોધન-આધારિત અભ્યાસક્રમ સાથે શિક્ષણ વ્યવસ્થાને શુદ્ધ કરવી જોઈએ. આવી નવપ્રવર્તન તેમજ બહુપરિમાણીય પ્રવૃત્તિઓને પગલે દેશમાંથી પ્લાસ્ટિક સહિતનો તમામ પ્રકારનો કચરો દૂર થશે અને દેશને મોટી રાહત મળશે !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.