નવી દિલ્હી: એઈમ્સના કાર્ડિયો-રેડિયો વિભાગના સહાયક પ્રોફેસર ડો.અમરિંદર સિંહએ કહ્યું કે, દિલ્હીમાં કોવિડ દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે તે સારું છે. આ તે દર્દીઓ હતા, જેમના લક્ષણો દેખાયા પછી સારવાર થઈ શકી, પરંતુ લક્ષણો વિનાના એવા પણ ઘણા દર્દીઓ છે, જે સાઇલેન્ટ સ્પ્રેડર હોઈ શકે છે. 70-80 ટકા કોવિડ દર્દીઓમાં લક્ષણો દેખાતા નથી. કેસના જે આંકડા બહાર આવી રહ્યા છે તે ફક્ત 20 ટકા છે. 80 ટકા લોકો ક્યાં છે અને કેટલા લોકોના સંપર્કમાં આવ્યા હશે, તે તેમને પણ ખબર નહીં હોય.
ડો.અમરિંદરના જણાવ્યા મુજબ, કોવિડ સંક્રમણને કારણે દેશભરમાં અત્યાર સુધીમાં 107 ડોક્ટર્સ મૃત્યુ પામ્યા છે. જ્યારે તેઓ પીપીઇ કિટ પહેરીને કામ કરે છે, તેમને કોરોના કેમ થઈ શકે!તેમની PPE કીટની ગુણવત્તા નબળી હશે. ડોક્ટર માત્ર ત્યારે જ કોવિડ દર્દીઓની સારવાર માટે આવે, જ્યારે તેમને સારી ગુણવત્તાની પીપીઈ કીટ આપવામાં આવે.
નોન કોવિડ દર્દીઓની સારવાર કરતા ડોક્ટરને પણ દરેક દર્દીને કોવિડ પોઝિટિવ માની સારવાર કરવાની સલાહ ડો. અમરિંદરએ આપી હતી. કારણ કે મોટાભાગના દર્દીઓ કોવિડના લક્ષણો ધરવતા નથી અને અજાણતાં કોવિડ વાઇરસ ફેલાવે છે. સલામતીનાં સંપૂર્ણ પગલાં લીધા પછી જ દર્દીને સારવાર કરવી જોઇએ.
ડો. અમરિંદર સામાન્ય દર્દીઓને હોસ્પિટલમાં ન જવાની સલાહ પણ આપે છે. તે કહે છે કે, કોવિડ કેસમાં ઘટાડો થયો હોવા છતાં, તેનો અર્થ એ નથી કે કોવિડ જતો રહ્યો છે. તે અહીં છે, હોસ્પિટલોમાં છે. 80 ટકા દર્દીઓ આ લક્ષણો ધરવતા નથી. જો તમે તેમની સાથે સંપર્ક કરો તો તમે શું કરશો? તે જરૂરી નથી. તેથી શક્ય તેટલું હોસ્પિટલમાં જવાનું ટાળો.