ETV Bharat / bharat

કાશ્મીર વિશે ઘણી આશંકાઓ છે: અમેરિકન પરમાણુ રક્ષા નિષ્ણાત - Economy of Pakistan

નવી દિલ્હી: પરમાણુ રક્ષા નિષ્ણાત જ્યોર્જ પેરકોવિચનું માનવું છે કે, અફઘાનિસ્તાનની સ્થિતિ ભાગ્યે જ બદલાઈ છે અને બંને પક્ષો વચ્ચે કોઈ નવી ઉપલબ્ધિ થવાની શક્યતા નથી. વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય શાંતિ માટે વૈશ્વિક થિંક ટેન્ક કાર્નેગી એન્ડોમેન્ટના ઉપાધ્યક્ષનું કહેવું છે કે, ખરી ચિંતા તો કાશ્મીરમાં માનવાધિકારની સ્થિતિ વિશે છે. તેમના મતે કાશ્મીર ખીણમાં સશસ્ત્ર સંઘર્ષના શક્યતા અને ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.

Kashmir Story
જ્યોર્જ પેરકોવિચ
author img

By

Published : Dec 17, 2019, 10:30 PM IST

બેંગલુરુમાં કાર્નેગી ગ્લોબલ ટેકનોલોજી સમિટ દરમિયાન વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા સાથે વાત કરતા પેરકોવિચે એ પણ તર્ક રજૂ કર્યો કે, મોદી સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કર્યા બાદ અને રાજ્યના પુનર્નિર્માણ પછી કાશ્મીરના વિષયમાં પાકિસ્તાનની દલીલોને વોશિંગ્ટનમાં વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પેરકોવિચે કહ્યું કે, જોકે ડોનાલ્ડ ટ્રમ્પને દક્ષિણ એશિયા અથવા તેની ગતિશીલતા વિશે કોઈ ખ્યાલ નથી અને તે ઘણીવાર જૂઠું બોલે છે.

  • હવે જ્યારે અમેરિકાએ તાલિબાન સાથે ફરી ચર્ચા શરુ કરવાની ઘોષણા કરી છે, તો શું તમને તેમાં કોઈ સફળતા દેખાઈ રહી છે?

મને લાગે છે કે, તે ફક્ત ચર્ચા માટે નથી. કેમ્પ ડેવિડ બેઠક રદ થયા પહેલાં તેમાં પ્રગતિ થઈ હતી. હવે અમેરિકન સેના અને ભારતની અંદર વિરોધાભાસ અવાજ ઉઠવાના શરુ થયા છે કે, જે વાત પર સહમતી થવાની હતી તે તાલિબાનની તરફેણમાં હતી. પરંતુ વિવાદ હોવા છતાં થોડી પ્રગતિ થઈ હતી. જો તેઓ ફરીથી ચર્ચા શરૂ કરી રહ્યા છે, તો મારા માટે એ જોવું મુશ્કેલ છે કે, જે મોટા પેકેજની અફવા છે તે વર્તમાન ડ્રાફ્ટથી અલગ કેવી રીતે હશે. વાસ્તવિકતામાં એવું કોઈ પરિવર્તન આવ્યું નથી, જેના માટે તાલિબાનને મોટી છૂટ આપવામાં આવે. મને ખબર નથી કે અમેરિકા શું વધારે કરવા જઈ રહ્યું છે, જે તેણે પહેલા નથી કર્યું.

  • જ્યારે કેમ્પ ડેવિડ સાથે ચર્ચા કરવા ટ્રમ્પે તાલિબાનને આમંત્રણ આપ્યું હતું અને પછી હુમલાનો હવાલો આપીને તેને રદ કર્યું ત્યારે પડદા પાછળ શું થયું હતું?

મને ખરેખર ખબર નથી. તેના લક્ષણો અથવા સંકેત કંઈક એવા છે, જે ટ્રમ્પના શાસનમાં અનેક વખત જોવા મળ્યા છે. જ્યાં પ્રસિડેન્ટ કોઈ વાત માટે સહમત થાય છે અથવા એવું જણાઈ આવે કે તેઓ કંઈક આશાસ્પદ કરી રહ્યાં છે, ત્યારે ઘણીવાર તેઓ એ મહાન ટેલિવિઝનની કલ્પના કરતા હોય છે જે તેમને દેખાડશે. પરંતુ તેઓ અજ્ઞાની છે. તેઓ પરિસ્થિતિને ઝીણવટથી નથી સમજી શકતા. માટે જ સમય સમય પર, તેમના કર્મચારીઓ અને અન્ય લોકો તેમને સચેત કરવા પ્રયાસ કરે છે કે આ મુદ્દો જટિલ છે, વિવાદાસ્પદ હોઈ શકે છે, તેઓ જે કરે છે તેનો પ્રભાવ શું છે.

તેઓ અંતિમ ક્ષણ સુધી ધ્યાન નથી આપતા અને તેઓ એ નિષ્કર્ષ પર આવે છે કે, જો તેઓ આ નિર્ણય સાથે આગળ વધશે તો તેઓ ટેલિવિઝન પર ખરાબ દેખાશે અને તેથી તેઓ કાર્યક્રમ રદ કરે છે. તાલિબાનના પ્રતિનિધિઓ સાથે કેમ્પ ડેવિડમાં યોજનાબદ્ધ બેઠક પહેલાં બનેલી ઘટનાઓમાંથી એક એ હતી કે, આખરે લોકો ટ્રમ્પની પાછળ પડી ગયા અને તેમને લાગ્યું કે, તેઓ સારા નહીં લાગે. લોકો કહેતા હતા કે, તાલિબાનો હત્યારા છે અને બદલામાં કંઈ નહીં મળતાં તમે તેમને કેમ્પ ડેવિડમાં આમંત્રણ આપી રહ્યા છો. જેથી તેમને સમજાયું કે તેઓ એટલા સારો દેખાશે નહીં, તેથી તેમણે કાર્યક્રમ રદ કર્યો.

  • અમેરિકામાં કાશ્મીર અંગે બે વાર સુનાવણી કરવામાં આવી છે. હ્યુસ્ટનની રેલી અને રિપબ્લિકનમાં ટ્રમ્પની હાજરીને જોતાં ડેમોક્રેટ્સમાં આજે પણ એ વાતની ટીકા થઈ રહી છે કે, પીએમ મોદીએ વર્ષ 2020 માટે ટ્રમ્પનું સમર્થન કર્યું છે.

મને નથી લાગતું કે હ્યુસ્ટનમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને પીએમ મોદીના સંબંધોથી ભારતને અમેરિકામાં રાજકીય રીતે મદદ મળી છે. પરંતુ મને નથી લાગતું કે તે એક મોટી વાત હતી. મારી સમજ મુજબ ડેમોક્રેટિક પ્રતિનિધિઓ કાશ્મીરની પરિસ્થિતિ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી રહ્યા, અથવા ટ્રમ્પ સાથે પીએમ મોદીની બેઠક માટે બદલાના રુપમાં તેમનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યાં છે. તેણે મદદ કરી ન હતી, પરંતુ તે માટેનું કારણ પણ નહોતું. જે વાસ્તવિક અર્થમાં ચિંતાનું કારણ છે, તે એ છે કે, તે કાશ્મીર મુદ્દે એક મોટી જવાબદારી હતી.

આ એક સળગતો મુદ્દો છે જેના લીધે તણાવ થયો અને સશસ્ત્ર સંઘર્ષ પણ થઈ શકે છે. અને કદાચ તેને એકપક્ષીય ઉકેલ કહી શકાય નહીં. જે ભારત સરકારનો પ્રયાસ અને ઈચ્છા છે. આ એક વાસ્તવિક ચિંતા છે, કે તેનાથી સમસ્યાનું સમાધાન થશે નહીં. તેઓ ખરેખર કાશ્મીરમાં માનવાધિકારની સ્થિતિ અંગે ચિંતિત છે. આ વિશે વધુ માહિતી નથી આવી રહી કારણ કે ભારત સરકાર સમાચારને રોકી રહી છે. જેનાથી લોકોમાં એવો ભ્રમ પેદા થયો છે કે, કાશ્મીરમાં સ્થિતિ ખરેખર ઘરી ખરાબ છે. અને ભારત સરકારની સ્થિતિ ઘણી ચિંતાજનક છે કારણકે તેઓ સમાચારને બહાર જતાં રોકી રહી છે. અધિકારીઓ અને ડેમોક્રેટ વચ્ચે શંકા ઉદભવવી સ્વાભાવિક છે, વિશેષ કરીને તેના માટે જે માનવાધિકારોમાં વધારે રુચિ ધરાવે છે.

  • પ્રેસિડેન્ટ ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા વિશે કેટલીક વાતો કહી છે, બાદમાં નિવેદન બદલ્યા છે. અમેરિકન પ્રશાસન ભારત- પાકિસ્તાનની સ્થિતિ અંગે કેટલું ગંભીર છે?

અમેરિકન પ્રેસિડેન્ટ તેમના હોદ્દાને કારણે શું કહે છે અને શું કરે છે તેની અવગણના કરવી મુશ્કેલ છે. પરંતુ આ વ્યક્તિ દક્ષિણ એશિયા અથવા ગતિશીલતા વિશે કંઈ જ જાણતા નથી. તેઓ મોટેભાગે એવી વાતો કહે છે જે સાચી નથી હોતી. આવા સમયે મારે વડા પ્રધાન મોદી પર વિશ્વાસ કરવો પડશે જ્યારે તેઓ કહે છે કે, આવો કોઈ મામલો હતો જ નહીં. (વડાપ્રધાન મોદીએ પ્રેસિડેન્ટ ટ્રમ્પને ક્યારેય પણ મધ્યસ્થતા માટે કહ્યું જ નથી.) 1999થી અત્યાર સુધીના 20 વર્ષમાં હિંસાની હાજરી એ અમેરિકન સરકારો માટે ચિંતાનો વિષય છે.

તેઓ ચિંતિત છે કે, આ મુદ્દો કોઈ પણ સમયે ગરમાઈ શકે છે અને આવી સ્થિતિમાં બે પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્રો વચ્ચે યુદ્ધની શક્યતાઓ વધુ પ્રબળ થઈ જાય છે. જેથી તેના પરિમાણ વિશે ચિંતા થવી તે સ્વાભાવિક છે. તે સમયે એમ કહી શકાતું નથી કે, યુદ્ધ અટકાવવા માટે અમારી પાસે પરમાણુ શસ્ત્રો છે. ત્યારે તમે તેના મુળ ઉદ્દેશ્યને નકારી રહ્યા છો જે યુદ્ધને અટકાવવાનો હતો. આ એક વાસ્તવિક ચિંતા છે જેની મીડિયા દ્વારા અતિશયોક્તિ કરવામાં આવે છે. પરંતુ આનો અર્થ એ નથી કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

  • ઈમરાન ખાનની અમેરિકા મુલાકાત બાદ પાકિસ્તાનમાંથી ઉત્પન્ન થતો આતંકવાદ પાકિસ્તાન પર દબાણ લાવવા હજી પણ ટ્રમ્પ માટે પ્રાથમિક મુદ્દો છે?

આતંકવાદ ખૂબ જ ચિંતાનો વિષય છે. અમેરિકા પાકિસ્તાન પર ઘણું દબાણ લાવી રહ્યું છે. મુખ્ય દબાવ ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવ્યો છે અને પાકિસ્તાન ગ્રે લીસ્ટથી બ્લેક લીસ્ટમાં જવા માગતું નથી. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખૂબ ખરાબ સ્થિતિમાંથઈ પસાર થઈ રહી છે. જેના લીધે પણ પાકિસ્તાન પર ઘણું દબાણ વધી રહ્યું છે. અમેરિકાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે, જો હવે કોઈ મોટી ઘટના બનશે અને એવું જણાશે કે, પાકિસ્તાન તેને રોકવા પ્રયત્ન નથી કરી રહ્યું તો આવી ઘટના પાકિસ્તાન માટે ગમભીર પરિણામ લાવી શકે છે. બીજી તરફ તમે પાકિસ્તાનને જેટલો ઓછો સહયોગ કરશો તેટલું જ ઓછું દબાણ કરી શકશો. તેનો પ્રભાવ પણ ઓછો થશે. આર્ટીકલ 370 અને કાશ્મીર પર ભારતની કાર્યવાહીથી સ્થિતિ આસાન નથી જણાઈ રહી. કારણકે હવે પાકિસ્તાન પાસે કહેવા માટે વધુ એક કારણ છે કે, ભારત સરકાર કાશ્મીરી લોકો સાથે અને તેની સમસ્યાઓનું ક્યારેય સમાધાન કરવા ઈચ્છતી નથી. તેમના પર પ્રતિબંધ લગાવીને હિંસા અને તેમનું દમન કરી રહી છે.

  • પરંતુ આર્ટીકલ 370 પર ભારતની કાર્યવાહી ચોક્કસ પણે સરહદ પારના આતંકવાદને યોગ્ય ઠેરવી શકે નહીં.

તે આતંકવાદને યોગ્ય નથી ગણાવતી, પરંતુ પાકિસ્તાનને એમ કહેવાની તક આપે છે કે, અમે બધું નિયંત્રિત નથી કરી રહ્યાં કારણ કે, ભારતમાં તે આંતરિક વિદ્રોહ છે. ભારત સરકાર તેના પર નિયંત્રણ રાખી શકતી નથી ત્યારે તે માનવાધિકારનું ઉલ્લંઘન કરી રહી છે જેના કારણે ત્યાંના લોકોમાં ગુસ્સે છે, તેથી તેને અવગણી શકાય નહીં.

  • ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન સાથે પ્રેસિડેન્ટ ટ્રમ્પની વાતચીત ક્યાં સુધી પહોંચી છે?

મને લાગે છે કે, તે સારું છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન સાથે સંપર્ક કર્યો છે. પરંતુ સમસ્યા એ છે કે, જો તમે ઉત્તર કોરિયાના નાગરિક છો તો લાગે છે કે ફક્ત પ્રેસિડેન્ટ ટ્રમ્પ જ વાતચીત કરવા સક્ષમ છે. રાજ્ય વિભાગ અને અન્ય જગ્યાના લોકો સાથે વિગતવાર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી કારણકે, તમે ખરેખર પ્રેસિડેન્ટ ટ્રમ્પને ખુશ કરવા માગો છો, જે રાજ્ય વિભાગ અથવા સામાન્ય રીતે વાતચીત કરવાની વિશિષ્ટ રીત નથી જાણતા.

અમેરિકાએ વિશેષ દૂત સ્ટીફન બેજગનને મોકલવાનો પ્રયત્ન કર્યો હતો, જે ખૂબ જ હોશિયાર વ્યક્તિ છે અને તેમના સમકક્ષ સાથે ચર્ચા કરવા માટે યોગ્ય વ્યક્તિ છે. પરંતુ ઉત્તર કોરિયાઈ સમકક્ષોમાં ચર્ચા કરવાની શક્તિ નથી. તેઓ ચિંતિત છે કે, જો તેમને કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે તો તેમને ગોળી મારી દેવામાં આવશે અથવા તેઓ મોટી મુશ્કેલીમાં મુકાશે.
તમારી સામે એક માળખાકીય સમસ્યા છે જ્યાં ઉત્તર કોરિયાઈ લોકો ફક્ત પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે વાત કરવા માગે છે પણ સમસ્યાના કોઈ સમાધાન પર પહોંચવા ઈચ્છતા નથી.

શાસક કિમ જોંગ સહિત ઉત્તર કોરિયાના લોકોનું કહેવું છે કે, તેઓ કંટાળી ગયા છે અને ક્રિસમસ અથવા નવા વર્ષની આસપાસ કેટલાક નાટકીય અથવા ઉત્તેજના પૂર્ણ કામ કરશે. તે એક લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ હોઈ શકે છે. તેમણે જાપાન ઉપર મિસાઈલના પરીક્ષણની વાત કરી છે. હવે જોવું એ રહ્યું કે, વાસ્તવિકતામાં શું થશે. શું તે છૂટ મેળવવા માટે આપવામાં આવતી ફક્ત ધમકી છે કે, વાસ્તવમાં કોરિયા કંઈક અસાધારણ કરવા જઈ રહ્યું છે. એવું લાગે છે કે, ઉત્તર કોરિયાના લોકો ઈચ્છે છે કે, અમેરિકા દ્વારા કોરિયા પર મુકવામાં આવેલા પ્રતિબંધોમાં રાહત આપવામાં આવે, જેથી તેમને આર્થિક રાહત મળી શકે. હાલમાં અમેરિકા અ મુદ્દે અસમંજસમાં છે કે, ઉત્તર કોરિયા સાથે ચર્ચા શરુ કરવા કેવા પ્રકારનો માહોલ બનાવી શકાય.

Intro:Body:

kashmir

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.