ETV Bharat / bharat

વિશ્વ બેન્કે કૉવિડ-19 સહાય પેટે 1.9 અબજની કિંમતના પ્રોજેક્ટને અનુમતિ આપી - મહામારીના તાત્કાલિક આરોગ્યનાં પરિણામો

મહામારીને પહોંચી વળવા દેશોને મદદ કરવા આપાતકાલીન કોવિડ-19 પગલાંને સહાય કરવા વિશ્વ બૅન્કના કાર્યકારી નિર્દેશકોના મંડળે એક સમર્પિત ઝડપી સુવિધા (ફાસ્ટ ટ્રેક ફેસિલિટી-એફટીએફ)ને અનુમતિ આપી છે.

World Bank
World Bank
author img

By

Published : Apr 5, 2020, 10:21 PM IST

વૉશિંગ્ટન (યુએસએ): વિશ્વ બેન્કે ગુરુવારે કોવિડ-19 મહામારી સામે લડવા માટે વિશ્વ ભરના વિકાસશીલ દેશો માટે આપાતકાલીન સહાયની અનુમતિ આપી હતી.

1.9 અબજ ડોલરની રકમના પ્રથમ સમૂહના પ્રોજેક્ટ 25 દેશોને સહાય કરશે અને ઝડપી પ્રક્રિયાનો ઉપયોગ કરીને 40થી વધુ દેશોમાં નવી કામગીરી થઈ રહી છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું હતું.

વધુમાં, વિશ્વ બેન્ક 1.7 અબજની કિંમતના વિશ્વ બૅન્ક દ્વારા ધીરાણ પામેલા પ્રવર્તમાન પ્રોજેક્ટ માટે સંસાધનો ફરીથી પૂરા પાડવાં પણ કામ કરી રહી છે. તેમાં પુનર્નિર્માણ દ્વારા, પ્રવર્તમાન પ્રૉજેક્ટના આપાતકાલીન ઘટકો (સીઇઆરસી)નો ઉપયોગ કરીને અને સીએટી ડીડીઓને સક્રિય કરવાનો અને દરેક પ્રદેશનો સમાવેશ થાય છે.

વધુમાં, વ્યાપક આર્થિક કાર્યક્રમનો હેતુ વસૂલીનો સમય ટૂંકો કરવો, વૃદ્ધિ માટે સ્થિતિ સર્જવાનો, નાનાં અને મધ્યમ સાહસોને સહાય કરવાનો અને ગરીબ તેમજ નબળા લોકોની રક્ષા કરવામાં મદદ કરવાનો છે.

બેન્કે કહ્યું કે, નીતિ આધારિત ધીરાણ તેમજ ગરીબમાં ગરીબ પરિવાર અને પર્યાવરણની રક્ષા કરવા પર ભાર સાથે આ કામગીરીમાં ગરીબી પર ખૂબ જ વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે.

"વિશ્વ બેન્ક ગ્રૂપ કોવિડ-19ના ફેલાવાને ઘટાડવા માટે વ્યાપક અને ઝડપી પગલાં લઈ રહી છે અને 65થી વધુ દેશોમાં અમારી કામગીરી આગળ વધી રહી છે," તેમ વિશ્વ બેન્કના સમૂહ પ્રમુખ ડેવિડ માલપાસને કહેતા ટાંકવામાં આવ્યા હતા.

શરૂઆતના પ્રોજેક્ટ પૈકી વિશ્વ બેન્કના ભારતને 1 અબજના આપાતકાલીન ધીરાણનો પણ સમાવેશ થાય છે.

ભારતમાં અંગત સુરક્ષાત્મક ઉપકરણ ખરીદવાં અને નવા આઈસોલેશન વૉર્ડ ઊભા કરવામાં મદદ કરવા સાથે વધુ સારું સ્ક્રીનિંગ, સંપર્કોને શોધવા અને લેબોરેટરી ડાયેગ્નૉસ્ટિક્સને તે મદદ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.